________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
આવા જ ભાવપૂર્વક રાત્રે સંથારા પોરિસીમાં પણ એક ગાથા રોજ બોલાય છે કે, જે ગાથા પયત્રા આગમસૂત્રથી ઉદ્ધૃત્ કરાયેલી છે. જેના પૂર્વાધમાં લખ્યું છે ‘‘ખમિઅ ખમાવિઅ મયિ ખમહ ! સવ્વહ જીવનિકાય'' તેનો અર્થ પણ એ છે કે, હું બીજા જીવોને ક્ષમા કરું છું, તેઓની પાસે મારા અપરાધની ક્ષમા માંગુ છું, સર્વે જીવો મને ક્ષમા કરો. એ રીતે ક્ષમા આપવી - ક્ષમા માંગવી અને સામો જીવ પણ ક્ષમા આપે તેવી પ્રાર્થના કરવી એ ત્રણ બાબતો નોંધી છે.
૨૬૪
(૧) ક્ષમા માંગવી એ થોડું સહેલું કાર્ય છે. (૨) ક્ષમા આપવી એ તેનાથી થોડું કઠિન છે.
(૩) સામો જીવ પણ આપણને ક્ષમા આપે તે માટે તેને સમજાવવો કે તેની પાસે સ્વીકર કરાવવો તે સૌથી કઠિન છે.
તેમ છતાં સર્વથા વૈરભાવરહિત થવા આ ત્રણે પ્રક્રિયા ઘણી જ આવશ્યક છે. ક્ષમાનું આદાન-પ્રદાન તો જરૂરી છે જ. પણ સામો જીવ પણ આપણને ક્ષમા કરી દે તેવી પ્રાર્થના અને અભિલષા એટલી જ આવશ્યક છે. થોડું પણ વૈર, આ ભવ તેમજ પરભવમાં મહાન્ અનર્થ કરનારું થાય છે. અલ્પ વૈરવિરોધમાં પણ આ ભવમાં ઘોર અનર્થ થવાના દૃષ્ટાંતોમાં કૌરવો અને પાંડવોને ઘોર યુદ્ધ થયું અને તેમાં ૧૮ અક્ષૌહિણી સેનાનો સંહાર થયો (એક અક્ષૌહિણી સેનામાં-૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦ અશ્વ તથા ૧,૦૯,૬૫૦ મનુષ્યોના પાયદળ લશ્કરની એક ટુકડી મળીને એક અક્ષૌહિણી સેના થાય છે.) એ જ રીતે ચેડા મહારાજા અને કોણિકને યુદ્ધ થયું અને તેમાં લાખો પ્રાણીઓનો સંહાર થયો. તેમાં રથમુસલ અને મહાશિલાકંટક યુદ્ધ થયા. તે બંને યુદ્ધ થઈને એક કરોડ અને ૮૦ લાખ મનુષ્યોનો સંહાર થયો. ગુણશર્મા અને અગ્રિસેનની વૈર પરંપરા કેટલા ભવ ચાલી તે દૃષ્ટાંત પણ જૈનજગતમાં પ્રસિદ્ધ છે.
આ બધી ઘટના ક્ષમાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે. ‘ક્ષમા' એટલે ક્રોધનું વિસર્જન, વૈરનો ત્યાગ કે સહનશીલતા. તેના વિના આત્મા ઉચ્ચ વિકાસની કક્ષા હાંસલ કરી શકતો નથી. યતિધર્મોના દશભેદોમાં પણ ક્ષમાધર્મનું સ્થાન સૌથી પહેલું મૂક્યું છે, સાધુને માટે પણ ક્ષમાશ્રમણ જેવો સૂચક શબ્દ યોજાએલ છે. આ સર્વે સ્થાનોમાં ‘ક્ષમા’ની મહત્તા સ્વીકારાયેલી છે.
ક્ષમાનું મહત્ત્વ વર્ણવતા એક શ્લોકમાં કહ્યા મુજબ–
“સુખોનું મૂળ ક્ષાંતિ-ક્ષમા છે. ઉત્તમ ક્ષમા, એ ધર્મનું મૂળ છે. ક્ષમા એ મહાવિદ્યાની માફક સર્વ પાપોનો નાશ કરનારી છે.'
..
ક્ષમા દ્વારા વૈરત્યાગ જરૂર થાય છે, પણ તેની સાથે મૈત્રી પણ આવશ્યક છે. તેથી આ ગાથાના ઉત્તરાર્ધમાં “મારે કોઈ સાથે વૈર નથી.'' એવું સ્વીકારવાની સાથે ‘“મારે સર્વ જીવો સાથે મૈત્રી છે'' એમ પણ કહેવા માટે “મિત્તિ ને સવ્વ મૂછ્યું'' કહ્યું.
“મિત્તિ’ એટલે મૈત્રી. “મિત્તિ’ શબ્દમાં નિર્ ક્રિયાપદ છે. જેનો અર્થ છે, સ્નેહ