________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૯
૨૬૩
(જો કે પાક્ષિક સૂત્રમાં “સલ્વેસિં પાસાણં, સવ્વસિં ભૂયાણં, સવ્વસિં જીવાણં, સવ્વસિં સત્તાણું” એ પાઠમાં પ્રાણ, ભૂત, જીવ અને સત્વ એ ચારે શબ્દોની વિવક્ષા અલગ-અલગ કરાયેલ છે, પણ સામાન્ય વ્યવહારમાં તો આ બધાં “જીવ” રૂપે જ ઓળખાય છે.)
• વેરું મ ર પ - મારે કોઈ સાથે વૈરભાવ નથી. ૦ વેર - વૈર, શત્રુતા, દુશ્મનાવટ
૦ મન્ત - મારે ૦ ખરૂં કોઈની સાથે (પણ)
૦૧ - નથી ૦ અર્થદીપિકા વૃત્તિ તથા અન્ય ગ્રંથોમાં આ ગાથાના ભાવો વિશે ઘણો સારો પ્રકાશ પાડેલ છે કેમકે આ એક નિત્ય મનનીય ગાથા છે. અંતિમ આરાધનાના દશ અધિકારોમાં પણ “જીવખામણા' નામનો ત્રીજો અધિકાર છે. જો સમાધિમરણ પ્રાપ્ત કરવું હોય તો સર્વે જીવો સાથે “ક્ષમાપના કરવી તે અત્યંત આવશ્યક મનાયું છે. વીતરાગતા પ્રાપ્તિ માટે પણ કોઈ જીવ સાથે વૈરભાવ ન હોવા તે જરૂરી છે.
પ્રતિક્રમણનું સ્વરૂપ અને હેતુઓ સમજ્યા પછી પ્રતિક્રમણની સાર્થકતા ક્યારે કહેવાય ? તે જણાવવાને માટે આ ગાથા છે.
આ ગાથાના પહેલા ચરણમાં કહેવાયું છે કે, હું ચૌદ રાજલોકમાં રહેલા સર્વે જીવોની ક્ષમા માંગુ છું. કારણ કે આ સંસારમાં જન્મ-મરણના ફેરા ફરતાં કોઈપણ સ્થળ એવું નથી કે જ્યાં આ જીવ એક કરતાં વધુ વખત ઉત્પન્ન થયો ન હોય. તેથી જુદા જુદા સ્વરૂપે તેમના સંબંધમાં અને સંપર્કમાં આવતા સંભવ છે કે મારા દ્વારા તેમનો કોઈને કોઈ પ્રકાર અપરાધ થયો હોય.
કોઈનો પણ અપરાધ કરવો તે અહિંસાની મૂળ ભાવનાથી વિરુદ્ધ હોવાથી ચારિત્રની નિર્મળતાને દૂષણ લગાડનાર છે, તેથી તેનું પ્રતિક્રમણ અર્થાત્ તેની શુદ્ધિ સત્વરે થવી જોઈએ. આવી શુદ્ધિ કરવાને માટે અહીં “ખામેમિ” શબ્દ દ્વારા ક્ષમાની યાચના કરાઈ છે.
બીજા પદમાં “બધાં જીવો મને ક્ષમા કરો” એમ જે કહ્યું તે પણ આ ભાવનાનું જ પ્રતિબિંબ છે. ક્ષમા યાચન કરવી એ એક પગથીયું છે અને સામો જીવ આપણને ક્ષમા કરે તેવી પ્રાર્થના કે અભિલાષા એ બીજું અથવા પૂરક પગથીયું છે. અહીં ક્ષમા માંગવા દ્વારા આપણે આપણા હૃદયને નિર્મળ અને વિશુદ્ધ અવશ્ય બનાવીએ છીએ, તેની સાથે આપણા લીધે, સામા જીવને અક્ષમાનો કારણભૂત કર્મબંધ ન થાય તેવો ભાવ પણ રાખવાનો જ છે.
– કેમકે જેઓ ઉપશમે છે (ક્રોધાદિથી શાંત થાય છે, તેમને તો આરાધના છે જ, પણ જે ઉપશમતા નથી, તેવા વિરાધક ભાવયુક્ત આત્માઓ વૈરાનુબંધ લઈને ભવાંતરમાં જાય ત્યારે ભગવંત શ્રી પાર્શ્વનાથ અને કમઠના ભવ જેવી પરંપરા ચાલુ થાય છે. તેથી સામો જીવ પણ ક્ષમા ભાવ ધારણ કરે એવી પ્રાર્થનાપૂર્વક આ વૈરાનુબંધનું નિવારણ કરવું જોઈએ. જેથી ભવાંતરે તે જીવના વૈરભાવથી તે પણ ન ડૂબે અને આપણને પણ અસમાધિ માટેનું નિમિત્ત ન મળે.