________________
૨૬૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સંસારમાં અનાદિ કાળથી આ આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે. જે કોઈ જીવોની સાથે જુદા જુદા ભવમાં ક્યાંકને કયાંક ભેગા થયા હોઈએ ત્યારે જે-જે જીવો સાથે વૈર વિરોધ આદિ થયા હોય તે-તે જીવો સાથેના વૈર-વિરોધનો હિસાબ કરીએ તો અનંતાભવમાં અનંતા જીવોની સાથે શત્રતા, અપ્રીતિ, દ્વેષ આદિ થયા હોય તેવો સંભવ છે. માટે તે સર્વે સાથે સમાપના કરવી અત્યંત આવશ્યક છે. તેમની સાથેનો વેરભાવ ત્યજીને મૈત્રીભાવ ધારણ કરવો જોઈએ - એ વાત આ ગાથામાં કહી છે.
• સામિ સવ્ય - સર્વે જીવોને હું નમાવું છું.
૦ વામન (ક્ષમાજિ) હું નમાવું છું, મારા વડે થયેલા દોષોની ક્ષમા માંગુ છું.
૦ સદ્ગુનીવે - સર્વજીવોને, સર્વજીવો પાસે.
– અહીં “સર્વજીવો’ પદથી ચૌદરાજલોકમાં રહેલા એકેન્દ્રિયાદિ સર્વ પ્રકારના સર્વ કોઈ જીવોનું ગ્રહણ કરવું.
– અનંતા ભવોમાં અજ્ઞાન અને મોહથી ઘેરાયેલા એવા મેં જે-જે જીવોને ત્રાસ આપેલ હોય તે સર્વે જીવોને હું નમાવું છું.
– કોઈએ મારો કાંઈપણ અપરાધ કર્યો હોય, તેના તે અપરાધને હું માફ કરું છું. - નવા મંતુ મે - બધાં જીવો મને ક્ષમા કરો.
– મેં પણ કોઈનો કાંઈ અપરાધ કર્યો હોય તો તેઓ મને ક્ષમા આપોમાફ કરો.
– તે સર્વે જીવો મારા દુર્વર્તનને ખમો અર્થાત્ માફી આપો.
આ પ્રમાણે બોલવામાં મારે લીધે તેઓને અક્ષમાના કારણભૂત કર્મબંધ ન થાઓ – એ પ્રકારનું કારૂણ્ય જણાવ્યું છે.
૦ વમંતુ શબ્દનું સંસ્કૃત રૂપાંતર ક્ષારાતુ છે. જેનો અર્થ ક્ષમા કરો, ક્ષમા આપો, માફ કરો, માફી આપો એવો થાય છે.
• મિત્તિ એ સવ્વમૂનું - બધા જીવો સાથે મારે મૈત્રી છે. ૦ મિત્તિ - મૈત્રી, મિત્રતાનો ભાવ (તેની વ્યાખ્યા આગળ આપી છે.) ૦ સંધ્વમૂકું - સર્વે ભૂતો પ્રત્યે - સર્વે જીવો પ્રત્યે.
– ભૂગ એટલે “ભૂત' - “સર્વદા ભવનાદ્ ભૂત" સર્વદા હોવાથી તેઓ 'ભૂત' કહેવાય છે - અથવા
- “અભૂવનું, ભવતિ, ભવિષ્યન્તીતિ મૂતનિ - જે થયા હતા, થાય છે અને થશે તે “ભૂત' કહેવાય છે.
– આચારાંગ નામક પહેલા આગમ સૂત્રમાં શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬ અને ઉદ્દેશક-ત્માં એકાWક શબ્દોરૂપે ઉલ્લેખ કરતા કહ્યું છે કે
“પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ' એ બધાં એકાર્થક શબ્દો છે.