________________
૨૬૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩ (૪) વિપરીત પ્રરૂપણા કે ઉન્માર્ગ દેશના કરે તો પણ પ્રતિક્રમણ. (૦ પ્રતિક્રમણ શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૫ ‘‘ઇરિયાવહી” જોવું.)
૩ - અશ્રદ્ધા થવામાં - જિનેશ્વર પરમાત્માના વચનોમાં અશ્રદ્ધા કરી હોય.
- જ્ઞાની ભગવંતોએ કહેલા સૂક્ષ્મતત્ત્વો જેવા કે ભવ્ય, અભવ્ય, નિગોદ વગેરે અથવા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષમાં તેમજ જ્ઞાની ભગવંતોના વચનોમાં અશ્રદ્ધા કરી હોય. ઘણાં શાસ્ત્રીય પદાર્થો હેતુ, યુક્તિ, પ્રમાણાદિથી સમજાવવા શક્ય નહીં હોવાને લીધે જે પરમાત્માની આજ્ઞા કે વચનથી જ માન્ય કરવાના હોય છે. એવા તત્ત્વો કે કથનો માનવાની કે ગ્રહણ, કરવાની રૂચિ ન થઈ હોય, તો પ્રતિક્રમણ કરવું જોઈએ.
શ્રદ્ધાન-એટલે દઢ પ્રતીતિ. તેનો જેમાં અભાવ છે તે અશ્રદ્ધાન. તેના વિશે. અહીં શ્રદ્ધા શબ્દનો સંબંધ જિનપ્રણિત તત્ત્વો અને જિનવચનો સાથે છે. તેમાં વિશ્વાસ ન કર્યો હોય તો.
• સ તણા - અને તેજ રીતે.
વિવરણ-વિMV - વિપરીત પ્રરૂપણા કે ઉન્માર્ગ દેશના વિશે. ૦ વિવરીઝ એટલે વિપરીત અથવા વિરુદ્ધ. ૦ પરૂવMI - એટલે પ્રરૂપણા, વ્યાખ્યાન કે કથન
- પ્રકૃષ્ટ, પ્રધાન કે પ્રગત એવી છે “રૂપણા' અર્થાત્ એવું જે પ્રદર્શિત કરાયેલું કથન, તેને પ્રરૂપણા કહેવાય છે.
- જિનેશ્વર પરમાત્મા કથિત ધર્મથી ઉલટી દેશના આપી હોય.
– જ્ઞાની ભગવંતોના કથનથી વિરુદ્ધ કાંઈપણ પ્રરૂપણા કરી હોય અથવા કંઈ બોલાયું હોય તો પ્રતિક્રમણ કરવું જોઈએ.
– આ ઉન્માર્ગની દેશના મરીચિ આદિની જેમ દુઃખે અંત પામી શકાય તેવા ઘોર દુઃખોનો હેતુ છે, કહ્યું છે કે
કપિલ ! “અહીં પણ ધર્મ છે” એવું એક જ વિપરીત વચન બોલવાથી મરીચિ, સદશ નામવાળા કોડાકોડી સાગરોપમકાળ સંસારમાં ભમ્યો અને દુઃખનો સમુદ્ર પામ્યો.
૦ દૃષ્ટાંત :
ભગવંત મહાવીરનો જીવ જ્યારે પોતાના ત્રીજા ભવમાં હતો ત્યારે ભગવંત ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીનો પુત્ર હતો. તેનું નામ મરીચિ હતું. મરીચિએ ઋષભદેવ પરમાત્મા પાસે દીક્ષા લીધેલી. કોઈ વખત પ્રમાદને લીધે તથા મોહનીયકર્મના ઉદયે તેનાથી જૈન દીક્ષાનું યોગ્ય પાલન થઈ શકતું ન હોવાથી, તેણે પોતાની મતિ કલ્પનાથી નવો વેશ રચી કાઢયો ત્યાર પછી પણ જો કે લોકોને ઉપદેશ તો ધર્મ માર્ગનો જ આપતો હતો.
એક વખત કપિલ નામનો રાજકુમાર તેની પાસે ધર્મ સમજવા આવ્યો. ત્યારે