________________
વંદિતુ-સૂત્ર-વિવેચન-ગાથા-૪૮
૨૫૯ કે, “સમ્યગુદૃષ્ટિ દેવો પાસે સમાધિ તથા બોધિલાભની (સહાયાર્થે) પ્રાર્થના કરવામાં દોષ નથી.
૦ હવે ગાથા-૪૮માં પ્રતિક્રમણ શા માટે કરવું ? તે કહે છે. • સિતા વાર - પ્રતિષેધ કરાયેલાનું કરવું. – પ્રતિક્રમણ શા માટે કરવું ? તેનું આ પહેલું કારણ કહ્યું છે.
૦ સિદ્ધ - એટલે પ્રતિષિદ્ધ - જેમાં પ્રતિ + લિધુ ક્રિયાપદ છે. તેનો અર્થ છે - નિષેધ કરવો કે મનાઈ ફરમાવવી. તેના પરથી શબ્દ બન્યો છે પ્રતિસિદ્ધ - એટલે કે નિષેધ કરાયેલ, પ્રતિષેધ કરાયેલ, મનાઈ કરાયેલ.
૦ ર - કરવામાં.
– જ્ઞાની ભગવંતોએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે તેવી ક્રિયાઓ કરી હોય. જેમકે
અવિરતિ શ્રાવક હોય અર્થાત્ જેણે વ્રત ગ્રહણ ન કર્યા હોય તેવાને પણ અઢાર પાપસ્થાનકના સેવનનો પ્રતિષેધ છે. છતાં શાસ્ત્ર નિષિદ્ધ એવા આ પાપસ્થાનકોમાં કોઈપણ પાપસ્થાનકનું સેવન કર્યું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.
૦ વિદ્યામવર - કરવા યોગ્ય કૃત્યો નહીં કરવામાં. – પ્રતિક્રમણ શા માટે કરવું ? તેનું આ બીજું કારણ કહ્યું છે. ૦ છિદ્મ એટલે કૃત્ય - અર્થાત્ કરવા યોગ્ય. ૦ વર એટલે ન કરવું તે (ન આચરવું તે)
– જ્ઞાની ભગવંતોએ જે ક્રિયા કે વસ્તુઓ કરવાની કહી છે તે ન કરી હોય. જેમકે – શ્રાવકોના નિત્ય કૃત્ય જેવા કે દેવપૂજ, ગુરુવંદન, છ પ્રકારના આવશ્યકો, સુતા-ઉઠતા સાત નવકાર ગણવા ઇત્યાદિ કર્તવ્યો તેણે કરવા જોઈએ. છતાં આ કૃત્યો ન કર્યા હોય તો પ્રતિક્રમણ કરવું જોઈએ.
( શ્રાવકે કરવા યોગ્ય કૃત્યોનો અહીં તો સામાન્ય નિર્દેશ માત્ર કર્યો છે. શ્રાવકે પોતે શું કરવું જોઈએ ? તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તે માટે શ્રાવક દિનકૃત્યો, રાત્રિકૃત્યો, પર્વકૃત્યો, વાર્ષિકકૃત્યો, શ્રાવકના ૩૬-કર્તવ્યો ઇત્યાદિ બધું જ પંચાશક, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસંગ્રહ, ધર્મબિંદુ આદિ ગ્રંથોથી જાણી લેવું જોઈએ.)
૦ ૧ - એટલે અને ૦ ડિ2માં - પ્રતિક્રમણ, પ્રતિક્રમણની ક્રિયા.
– આ શબ્દનો સંબંધ અહીં પૂર્વે રજૂ કરેલા બે કૃત્યો અને હવે પછી રજૂ થનારા બે કૃત્યો - એમ ચારે કૃત્યો સાથે છે એટલે કે
(૧) જેની મનાઈ ફરમાવી છે તે કરે - આચરે તો પ્રતિક્રમણ. (૨) જે કરવાનું હ્યું છે તે ન કરે - ન આચરે તો પ્રતિક્રમણ. (૩) જિનવચનો કે જિનપ્રણિત તત્ત્વોમાં અશ્રદ્ધા કરે તો પ્રતિક્રમણ.