________________
૨૫૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
લાગ્યો છે, પણ જાણવા છતાં તે ભાગવારૂપ ક્રિયા ન કરી શકવાથી ભસ્મીભૂત થઈ ગયો. અંધ માણસ નાસી જવાની ક્રિયા તો કરી શકે તેમ હતો, પણ નાસે ક્યાં ? તે માર્ગને જાણતો - દેખતો ન હતો. તેથી તે પણ બળી મર્યો. પરંતુ જો તે પંગુ અને અંધ ભેગા થઈ ગયા હોત તો ચાલી શકનાર અંધ દેખતા-જાણતા એવા પંગુને પોતાના ખભે બેસાડી કે ટેકો આપીને પંગુ કહે તે દિશામાં ગતિ કરત, તો તે ઘોર દાવાનળમાંથી બંને બચી ગયા હોત. આ રીતે જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ હોય તો જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે.
આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે, અTUTU . કેટલાક આત્માઓ આજ્ઞા અર્થાત્ જિનેશ્વર કથિત જ્ઞાનથી રહિત હોવા છતાં વ્રત, તપ, નિયમાદિ ક્રિયામાં જોડાયેલા હોય છે અને કેટલાક આત્માઓ આજ્ઞા અર્થાત્ જિનેશ્વર કથિત જ્ઞાનથી યુક્ત હોવા છતાં આત્મકલ્યાણની ક્રિયા માટે ઉદ્યમવંત હોતા નથી. હે આત્મન્ ! તારા માટે એવું ન બને તેનું તું ધ્યાન રાખજે.
• સલ્ફી લેવા હિંદુ સમાદિં ર વહિં - હે સમ્યગુદૃષ્ટિ દેવો ! મને સમાધિ અને બોધિને આપો.
– હે સમ્યગુદૃષ્ટિ દેવો ! મને ચિત્તની સમાધિ અને બોધિ-પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિમાં સહાયક થાઓ.
૦ સક્કિી સેવા - સમ્યગદૃષ્ટિ દેવો. જિનેશ્વર પરમાત્માના સર્વે અધિષ્ઠાયક યક્ષ અને યક્ષિણીઓ ઇત્યાદિ સમકિતવંત દેવ-દેવી.
૦ સાદ એટલે સમાધિ અને વોહિ એટલે બોધિ.
– “સમાહિ', “બોડિ’ અને ‘દિત' શબ્દોની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૮ “લોગસ્સની ગાથા-૬ જોવી. આ જ પદોનો ઉલ્લેખ સૂત્ર-૧૮ “જયવીયરાય'માં પણ થયેલો જ છે.
વિશેષ ઉલ્લેખ કરતા વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે
“સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. સમાધિ એ સર્વ ધર્મોરૂપ વૃક્ષોનું મૂળ છે, સર્વ ધર્મરૂપ શાખાઓનું થડ છે, સર્વ ધર્મરૂપ નાની-નાની ડાળીઓની શાખા છે અથવા ધર્મરૂપ વૃક્ષનું ફળ છે અથવા તો ધર્મરૂપ અંકુરનું બીજ છે.” કારણ કે ચિત્તની સ્વસ્થતા વિના વિશિષ્ટ ધર્મક્રિયા પણ પ્રાય કષ્ટ ક્રિયા બને છે.
આવી સમર્થ સમાધિને હણનાર આધિ અને વ્યાધિ છે. તે આધિ વ્યાધિનું નિવારણ ત્યારે થાય જ્યારે તેના કારણભૂત ઉપસર્ગોનું નિવારણ થાય. તે ઉપસર્ગો નિવારવા સમ્યગુદૃષ્ટિ દેવ-દેવીઓ સમર્થ હોવાથી તેમને અહીં પ્રાર્થના કરાય છે.
આપણે ક્રિયામાં પણ “ક્ષેત્રદેવતા” અર્થે કાયોત્સર્ગ કરીએ જ છીએ. હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરામાં કહ્યું છે કે, ચોથી સ્તુતિ વૈયાવચ્ચ કરનાર યક્ષ યક્ષિણીઓની હોય છે. જોગ, ઉપધાન વ્રત ઉચ્ચારણ આદિમાં “નંદિની ક્રિયામાં પણ સમ્યગદૃષ્ટિ દેવતા નિમિત્તે કાયોત્સર્ગ થાય છે. આ દરેક પ્રમાણોથી સિદ્ધ છે