________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૬
૨૫૫ ૦ મફળ - મ નું સંસ્કૃત રૂપાંતર છે મથુ - એટલે મથન કરવુ કે નાશ કરવો. મહી - એટલે “મથની' મથન કરનારી, નાશ કરનારી.
– આ પદ પણ ચોથા ચરણમાં આવતા ‘હીં' પદનું વિશેષણ છે. – કેવી કથા ? અર્થાત્ કથાઓનું માહાત્મખ્ય શું છે ? આ કથાઓમાં બે પ્રકારની વિશેષતા રહેલી છે, તેમ કહે છે. (૧) આ કથાઓ - દીર્ધકાળના એકઠા કરેલા પાપોનો નાશ કરનારી છે.
(૨) આ કથાઓ - લાખો (અનેક) ભવો અર્થાત્ જન્મ-મરણના ફેરાનો પણ નાશ કરવાનું સામર્થ્ય ધરાવે છે.
• વસ-નિખ-ળિયા -ડું - ચોવીશ જિનેશ્વરોથી નીકળેલી કથાઓ વડે.
પૂર્વેના બે ચરણમાં કથાઓનું સામર્થ્ય જણાવીને સૂત્રકારશ્રી આ પદમાં તે કથા ક્યાંથી પ્રાપ્ત થઈ તેનો ઉલ્લેખ કરે છે.
૦ -નિ ચોવીશ જિન.
– અહીં “ચોવીશજિન' શબ્દનો વાચ્યાર્થ નહીં પણ રહસ્યાર્થ લેવો. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં એક-એક ચોવીસી હોય છે અર્થાત્ જિનેશ્વરોની ચોવીશ ચોવીશની સંખ્યા હોય છે. આ અર્થમાં “ચઉવીશ જિન” એટલે માત્ર ચોવીશ જિનેશ્વર એમ નહીં વિચારતા પ્રત્યેક જિનેશ્વર એવો અર્થ ગ્રહણ કરવો.
– બીજું મહાવિદેહ ક્ષેત્રમાં ચોવીસી' હોતી નથી છતાં ત્યાંના તીર્થંકર પરમાત્માના પણ જીવન, ગુણ, નામ, ચરિત્રો, ધર્મપ્રરૂપણા આદિ હોય તો છે જ. તેથી ધર્મકથા'ની પ્રાપ્તિ તો તેમાંથી પણ થાય જ છે. માટે ઉપલક્ષણથી મહાવિદેહ ક્ષેત્રના જિનેશ્વરોનો પણ અહીં સમાવેશ થાય છે.
- સંક્ષેપમાં કહીએ તો “ચોવીસજિન” અર્થાત્ પ્રત્યેક જિનેશ્વર-પરમાત્મા સંબંધી કથા (કથન)નો અહીં સમાવેશ કરાયેલ છે.
૦ વિનિમય એટલે વિનિર્ગત - નીકળેલી. ૦ - એટલે ધર્મકથા, ધર્મકથન.
- વિનિર્ગત કથાનો અર્થ વિવિધ રીતે દર્શાવાયેલ છે. ગંભીરતાથી આ અર્થોની વિચારણા જરૂરી છે. કેમકે કથા એટલે માત્ર વાર્તા અર્થ નથી.
(૧) સામાન્ય અર્થ – જિનેશ્વરોના મુખથી નીકળેલી ધર્મકથાઓ. (૨) વિશેષ અર્થ – તીર્થકરોના નામનું કિર્તન, અને
– તીર્થકરોના ગુણોનું કિર્તન તથા
– તીર્થકરોના ચરિત્રોનું વર્ણન આદિ. અહીં ઉપલક્ષણથી બોધ કરાવતી સર્વે ધર્મકથાઓ સમજી લેવી.
૦ થર્મકથા શબ્દથી માત્ર કથા કે ચરિત્રો એવો અર્થ ગ્રહણ થતો નથી. કથા એ તો સમગ્ર ધર્મદેશનાનો એક ભાગ માત્ર છે.