________________
૨૫૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩
- ધર્મકથા એટલે “ધર્મકથન' ધર્મને પુષ્ટ કરનારી ધર્મદેશના. તેમાં જિનેશ્વરી દ્વારા અપાયેલ સમગ્ર ધર્મોપદેશનો સમાવેશ થાય છે. તે ધર્મકથારૂપે હોય, દ્રવ્યાનુયોગરૂપે પણ હોય, આચારોના વર્ણનરૂપ ચરણ-કરણાનું યોગરૂપે પણ હોય કે ગણિત આદિ અન્ય કથન સ્વરૂપે પણ હોય. બધો જ ઉપદેશ ધર્મકથા કહેવાય છે.
– કેમકે હા શબ્દમાં મૂળ સંસ્કૃત ક્રિયાપદ કથુ છે અને એટલે કહેવું, બોલવું, વ્યાખ્યાન કે ઉપદેશ અર્થ થાય છે.
• રોતનું જે દિE - મારા દિવસો પસાર થાઓ. ૦ વીનન્તુ એટલે પસાર થાઓ, વ્યતીત થાઓ, જાઓ. ૦ છે - મારા
૦ દિહીં - એટલે દિવસો. – મારા દિવસો ચોવીસે જિનેશ્વરની કથા કે ધર્મકથનથી યુક્ત એવા વચનોથી - ચિંતનોપૂર્વક પસાર થાઓ.
૦ ગાથા રહસ્ય – શ્રાવકનો દિવસ કે સમય કઈ રીતે પસાર થવો જોઈએ ? અથવા કઈ રીતે શ્રાવક સમય પસાર કરવાની અભિલાષા રાખે ? આ પ્રશ્નનો ઉત્તર આ ગાથામાં અપાયો છે.
પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાના હૃદયમાં એવી ભાવના રાખે કે મારા દિવસો જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મકથા કે દેશનાના સ્વાધ્યાય કરવામાં પસાર થાઓ કે જે કથાઓ લાંબા કાળના સંચિત થયેલાં પાપોનો નાશ કરનારી તથા લાખો ભવોનો અર્થાત્ જન્મ-મરણના ફેરાનો નાશ કરનારી છે.
| શ્રાવકનો અર્થ છે “પરલોકના હિતની બુદ્ધિથી ઉપયોગપૂર્વક ધર્મદેશનાજિનવચનને સાંભળે” તેથી શ્રાવકે તીર્થંકર પરમાત્મા હોય તો તેના સમવસરણમાં જઈને અને ન હોય તો પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ મહારાજ-જેનો પણ યોગ મળે તેની પાસે જઈને ધર્મનો ઉપદેશ સાંભળવો. બાકીનો સમય તે ઉપદેશના મનન, ચિંતન આદિ રૂપે વાગોળવામાં કરવો.
અહીં વૃત્તિકાર મહર્ષિ એક સ્પષ્ટતા કરે છે કે
શ્રાવક પોતાનો દિવસ આ રીતે પસાર થાઓ - એવી જ વિચારણા કરે તેને પ્રાર્થના કે આશંસા દોષ સમજવો નહીં પણ જેમ “જયવીયરાય” સૂત્ર આદિમાં બોધિબીજ, સમાધિ આદિ માટે પ્રાર્થના કરાયેલ છે તેમ અહીં તેની “અભિલાષા સૂચવે છે' તેમ માનવું.
૦ હવે ગાથા-૪૭માં મંગલનું કથન કરીને સખ્યમ્ દૃષ્ટિ દેવો પાસે (ભવાંતરે પણ) બોધિ અને સમાધિની પ્રાપ્તિ માટેની સહાય મળે તે પ્રાર્થના કરવામાં આવે છે.
• મમ મંત૬ - મને મંગલરૂપ છે, મારે મંગલરૂપ થાઓ. ૦ મંત્ર - શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્રમાં જોવી. • રિહંતા - અરિહંતો, તીર્થંકર પરમાત્માઓ.