________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૪, ૪૫
૨૫૩
સમ્યક્ત્વની શુદ્ધિ અર્થ હવે પછીની ગાથા-૪૪માં ત્રણે લોકમાં રહેલા શાશ્વતાઅશાશ્વતા સ્થાપના જિનને વંદના કરવામાં આવેલ છે–
जावंति चेइआई, उड्ढे अ अहे अ तिरिअलोए अ%;
सव्वाइं ताई वंदे, इह संतो तत्थ संताई. – આ સમગ્ર ૪૪મી ગાથા સ્વતંત્રપણે એક સૂત્રરૂપે સૂત્ર-૧૪ “જાવંતિ ચેઇઆઇ” પૂર્વે આવી ગયેલ છે. તેથી આ ગાથાની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૧૪ માં જોવા. અહીં આ સૂત્રનો માત્ર સામાન્ય અર્થ નોંધેલ છે. જેથી આ સૂત્રની સળંગ સૂત્રતા જળવાઈ રહે.
– ઉર્ધ્વ, અધો અને તિસ્તૃલોકમાં – જેટલા ચૈત્યો છે - જિનપ્રતિમાઓ છે. - ત્યાં રહેલા તે સર્વે ચૈત્યોને - જિનપ્રતિમાઓને – અહીં રહેલો એવો હું વંદન કરું છું.
આ રીતે ત્રણે લોકમાં રહેલા ૮,૫૭,૦૦,૨૮૨ શાશ્વત ચૈત્યો તથા તેમાં રહેલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત પ્રતિમાને તથા જ્યોતિષ્ક અને વ્યંતરના
સ્થાનમાં રહેલા અસંખ્ય ચૈત્યો અને પ્રતિમાઓને તથા અશાશ્વત એવા સર્વે ચૈત્યો અને પ્રતિમાઓને આ ગાથામાં વંદના કરવામાં આવી છે.
આ પ્રમાણે ગાથા-૪૩ ભાવ જિનને અને ગાથા-૪૪માં સ્થાપના જિનને વંદના કર્યા પછી હવે ગાથા-૪૫માં સર્વે સાધુઓને વંદના કરાય છે.
જ આ આખી ગાથા-૪૫ પૂર્વે એક સ્વતંત્ર સૂત્રરૂપે સૂત્ર-૧૫ “જાવંત કે વિ" નામથી આવી ગયેલ છે. તેથી આ ગાથાની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૧૫ - “જાવંત કે વિ”માં જોવા.
जावंत के वि साहू, भरहेरवयमहाविदेहे अ;
सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं. - (મન, વચન, કાયા) એ ત્રણ દંડથી વિરમેલા.. – ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા... – જે કોઈપણ મુનિરાજો હોય તે સર્વેને – મન, વચન, કાયા વડે હું પ્રણામ કરું છું.
આ રીતે સર્વે મુનિરાજોને વંદના કરાય છે. જેમાં ભારત આદિ ત્રણ ક્ષેત્રોના નામો આપ્યા છે, પણ પદાંતે આપેલ ‘’ થી વ્યંતરાદિ દેવો વડે હરણ કરાય, વિશિષ્ટ લબ્ધિથી નંદીશ્વરઢિપાદિની યાત્રાર્થે ગયેલ ઇત્યાદિ સર્વે સાધુઓનું અહીં ગ્રહણ કરવાનું છે. સંક્ષેપમાં - કહીએ તો કોઈ પણ સ્થાને રહેલા કોઈપણ સાધુ પછી તે કેવલિ હોય, લબ્ધિધર હોય, પદસ્થ હોય કે સામાન્ય મુનિરાજ હોય તે સર્વેને અહીં વંદના કરાય છે.
મન, વચન, કાયા શબ્દની વ્યાખ્યા અર્થદીપિકામાં આ પ્રમાણે છે (૧) મનથી-મુનિરાજોના ગુણોનું સ્મરણ કરવાપૂર્વક બહુમાન કરવું તેને