________________
૨૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
વિરામ પામેલો, નિવૃત્ત થયેલો.
• વિરક્ષrg - વિરાધનાથી, ખંડણાથી.
– “વિરાધના” શબ્દની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૫ “ઇરિયાવાડી" જોવું. ત્યાં વિરહિયા અને વિરાર II શબ્દો છે.
• તિવિહેમ - ત્રણ પ્રકારે - મન, વચન, કાયા વડે.
-- “તિવિહેબ’ શબ્દની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૯ “કરેમિ ભંતે"નું વિવેચન જુઓ.
• પડઘાતો - પડિક્કમતો, પ્રતિક્રમણ કરતો.
– આટલી ગાથાના વિવરણને અર્થદીપિકા વૃત્તિમાં આ રીતે રજૂ કરેલ છે - કેવલિ ભગવંતે પ્રરૂપેલાં અને ગુરૂ મહારાજ પાસે સ્વીકારેલા તે શ્રાવકધર્મનું સમ્યક્ પ્રકારે પાલન કરવા માટે હું ઉભો થયો છું - ઉદ્યત્ થયો છું અને તેની ખંડનાથી વિરામ પામ્યો છું. એટલે કે, મન, વચન, કાયાથી પાછો ફર્યો છું. એ રીતે પ્રતિક્રમેલા એવા અતિચારોથી પાછો ફરેલ એવો હું.. (મંગલ નિમિત્તે...)
• વંબિ નિt asād - ચોવીશે જિનને વાંદુ છું.
– આ જ પ્રકારનો ભાવ પ્રગટ કરતા શબ્દો - સૂત્ર-૨૩ “સિદ્ધાણં બુદ્ધાણં'ની પાંચમી ગાથામાં પણ આવેલ છે.
– અહીં વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, ક્ષેત્રાશ્રિત, કાલાશ્રિત અને આસન્નોપકારી એવા શ્રી ઋષભદેવ આદિ ચોવીશે જિનેશ્વરોને હું વંદના કરું છું. અહીં “વંદામિ જિણે ચઉવ્વીસ” પદથી પાંચ ભરતક્ષેત્રના, પાંચ ઐરાવત ક્ષેત્રના તથા ઉપલક્ષણથી પાંચ મહાવિદેહ ક્ષેત્રના તીર્થકરોને પણ વંદના સમજવાની છે.
૦ ગાથા રહસ્ય - પૂર્વેની ગાથા-૪ર વગેરેમાં જણાવ્યા મુજબ પ્રતિક્રમણ કરનાર શ્રાવક, પોતાનાથી થયેલ દુષ્કૃત વગેરેની નિંદા અને ગર્ણા કરવારૂપ પ્રતિક્રમણ કરીને, જેનું મૂળ વિનય છે તેવા ધર્મની આરાધના માટે તત્પર બને છે.
પ્રતિક્રમણની ક્રિયા ધર્મારાધનાનું એક અંગ છે. આ ધર્મનો સ્વીકાર ગુરુ મહારાજ પાસે કરાય છે. આ ધર્મના મૂળ પ્રરૂપક તો જિનેશ્વર ભગવંતો છે. પછી કેવલિ ભગવંતો દ્વારા તે પ્રરૂપણા કરાય છે. ભગવંતો દ્વારા સાધુધર્મ અને શ્રાવકધર્મ બંને પ્રરૂપણા થઈ છે. તેમાં ગુરુ સાક્ષીએ સમ્યક્ત્વ સહિત બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરવો અને તેના પાલનમાં પ્રયત્નવંત રહેવું એ શ્રાવકધર્મની આરાધના છે. આવી આરાધના માટે તત્પર થનારે વિરાધનાથી વિરત થવું જોઈએ, કેમકે જ્યાં વિરાધના હોય ત્યાં આરાધનાનો સંભવ નથી. વિરાધનાથી અટકવા માટે મન, વચન, કાયાની શુદ્ધિ જરૂરી છે. જે વાત ગાથામાં ‘તિવિહેણ પડિઝંતો' શબ્દથી રજૂ કરાયેલ છે ત્યાર પછી મંગલને અર્થે ચોવિસે જિનને વંદના કરવામાં આવી છે.
આ રીતે પ્રતિક્રમણ કરનારને સૂત્રકારે ‘આરાધક' કહેલ છે. ૦ આ પ્રમાણે ભાવ જિનેશ્વર પરમાત્માને વંદના-નમસ્કાર કર્યા પછી