________________
વિંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૩
૨૫૧ - 0 વનિ - જેઓને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું છે, તેઓને કેવલિ કહેવામાં આવે છે. અથવા તો જેઓના છાઘસ્થિક (ઘાતી) કર્મોનો ક્ષય થયો છે, તેવા સયોગીને કેવલિ કહે છે.
- આ પદ પૂર્વે સૂત્ર-૮ “લોગસ્સમાં આવેલું છે, (અલબત ત્યાં તિ પદ તીર્થંકરના એક વિશેષણરૂપે વપરાયેલ છે.) પછી સૂત્ર-૧૧
જગચિંતામણિ'માં બીજી ગાથામાં પણ કહેવાયું છે. ત્યાં પણ “કેવલિ" શબ્દની વ્યાખ્યા જોવી.
૦ પન્નર - પ્રજ્ઞસ, કહેલ, પ્રરૂપેલ.
– “કેવલિપન્નત” - કેવલિ ભગવંતોએ કેવળજ્ઞાન-કેવળદર્શન વડે જાણીનેજોઈને છદ્મસ્થતાના એક પણ આવરણ રહિત પણે સર્વજ્ઞ-સર્વદર્શીત્વથી પ્રરૂપણા કરેલ-કહેલ (એવો શ્રાવકધમ).
- અહીં અર્થદીપિકા વૃત્તિકારે એક વાક્ય નોધેલ છે. “તસ્ય ધમ્મસ્સ કેવલિપન્નત્તસ્સ” એ પદો બોલીને મંગલગર્ભિત એવી હવે આગળ જણાવાતી ગાથા બોલે
૩મુદિગો મિ - ઉદ્યત થયો છું, તત્પર થયો છું. - અહીં દ્રવ્યથી અને ભાવથી આ પદનો અર્થ સમજવાનો છે.
– દ્રવ્યથી અહીં કાયિક સ્થિતિના પરિવર્તનની વાત છે– “વંદિતુ સૂત્ર" બોલતી વખતે શ્રાવકે ઉત્કટીક આસને - વીરાસને બેસીને આ સૂત્ર બોલવાનો વિધિ છે. ૪૨મી ગાથા સુધી શ્રાવક એ જ આસને આ સૂત્ર બોલે છે. ત્યારપછી ગાથા૪૩માં ‘અભુટિઠઓ મિ” એ પદ બોલતા ઉત્કટીક આસનનો ત્યાગ કરીને ઉભો થાય છે. આ વાત જણાવવા માટે અહીં “ઉભો થયો છું" એમ કહે છે.
– ભાવથી આ પદનો અર્થ છે – “ઉદ્યન્ થવું કે તત્પર થવું.” અતિચારાદિ આલોચના કર્યા પછી, હળવો થયેલો શ્રાવક હવે આરાધના માટે તત્પર થાય છે તે દર્શાવવા “અન્યૂટિઠઓ મિ’ એવું પદ અહીં વપરાયેલ છે. (એવો ભાવ ધારણ કરવો.)
• My - આરાધના માટે, અનુપાલના માટે. ‘મા + ' ક્રિયાપદનું આ રૂપ છે. આરાધના શબ્દ બન્યો છે. – ભગવતીજી વૃત્તિ “આરાધના એટલે નિરતિચારપણે અનુપાલના.” – અર્થદીપિકા વૃત્તિ - “આરાધના એટલે સમ્યક્ પ્રકારે પાલન કરવું.” – ઉત્તરાધ્યયન વૃત્તિ - “આરાધના એટલે સગર્ આસેવન." અથવા
અનુષ્ઠાન” અથવા “જ્ઞાનાદિ આરાધનારૂપ.” - સ્થાનાંગ વૃત્તિ-આરાધના એટલે નિરતિચાર જ્ઞાનાદિ આસેવના.
• વિરો નિ - હું વિરત થયો છું, હું વિરામ પામ્યો છું, હું નિવૃત્ત થયો છું, અટક્યો છું.
- વિ + રમ્ - વિરામ પામવું. તેના પરથી વિસ્ત શબ્દ બન્યો. વિત્ત એટલે