________________
૨૫૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ કોઈ પાપ આલોચ્યા વિના રહી પણ જાય, તેને શલ્ય કહેવામાં આવે છે. ભગવંતે કહ્યું છે કે
હે ગૌતમ ! પ્રાયશ્ચિત્તના સ્થાનકો અસંખ્યાતા છે અને તેમાંથી એક પણ આલોચના થવા ન પામે અને આલોચ્યા વિના રહી જાય તો તે એકાદ અનાલોચિત કૃત્યથી પણ તે જીવનું મૃત્યુ શલ્યસહિત થયું કહેવાય.
તેથી આવા શલ્યયુક્ત મૃત્યુની સ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અહીં તમામ સૂક્ષ્મ અતિચારોનું પ્રતિક્રમણ કરાયું છે.
આ ગાથાના કથનની પુષ્ટી અંતિમ આરાધના વિધિની એક ગાથામાં પણ જોવા મળે છે. અંતિમ આરાધના કરતો જીવ જ્યારે આલોચના કરે ત્યારે જ્ઞાનાદિ આચારોની આલોચના પછી બોલે છે.
“છઉમલ્યો મૂઢ મણો, કિત્તિયમિત્તપિ સંભરઈ જીવો;
જં ચ ન સંભરાગડું, મિચ્છા મિ દુક્કડં તસ્ય. છાસ્થ અને મૂઢ મનવાળો જીવ (એવો હું) કેટલું માત્ર સંભારે. (કેટલી આલોચના યાદ કરી શકે), તેથી જે મને સ્મરણમાં નથી તેનું પણ મારે “
મિચ્છા મિ દુક્કડં" (તે મારું દુષ્કૃત્ મિથ્યા થાઓ)
આ પ્રમાણે મૂલગુણ અને ઉત્તરગુણ સંબંધી સર્વે પણ કોઈ અતિચારોની નિંદા અને ગહ કરાય છે.
૦ હવે ગાથા-૪૩માં આરાધના માટે તત્પર થયેલ શ્રાવક ચોવીસ જિનની વંદનાપૂર્વક મંગલરૂપે શું કહે તે જણાવે છે–
- કેવળી ભગવંતોએ પ્રરૂપેલા એવા શ્રાવકધર્મની.. – આરાધના માટે હું તત્પર બન્યો છું... – વિરાધનાથી હું વિરામ પામ્યો છું... – તેથી કરીને મન, વચન, કાયા વડે... - તમામ દોષોને પ્રતિક્રમતો (તેનાથી નિવૃત્ત થઈને) – ચોવીશે જિનેશ્વરોને હું વંદના કરું છું. સૂત્રકારના શબ્દોમાં જ આ કથનોને સમજવા પ્રયત્ન કરીએ– ૦ તાસ ઘમ - તે શ્રાવક ધર્મની
૦ તસ - “તે'. અહીં ‘તે' એવું જે વિશેષણ પદ મૂક્યું છે તે ગુરુ પાસે સ્વીકારેલા શ્રાવક ધર્મને માટે વપરાયેલું છે. એટલે તેનો અર્થ “તે ગુરુ પાસે સ્વીકારેલા” એ પ્રમાણે થાય છે.
૦ થમ્પસ - ધર્મનું. પણ અહીં “ધર્મ' શબ્દથી “શ્રાવક ધર્મનું એમ સમજવાનું છે. કેમકે આ સૂત્રમાં સમગ્ર અધિકાર શ્રાવકના બાર વ્રતો અર્થાતુ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતોનો છે.
- ગુરુ પાસે પ્રતિપન્ન કરેલા - સ્વીકારેલા શ્રાવક ધર્મનું. • તપાસ - કેવલિ ભગવંતોએ કહેલા.