________________
૨૪૯
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૨ કરવું તે વધુ ઉચિત છે."
પરંતુ જો ગૃહસ્થ જીવન ધારણ કરેલ હોય તો પણ પ્રતિક્રમણ-આવશ્યક છોડવું જોઈએ નહીં - શ્રાદ્ધ વિધ ગ્રંથમાં કહ્યું છે કે
પાતકોને (અશુભ કર્મોને) જીવ પ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવ શત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારું અને મુક્તિના કારણરૂપ એવું પ્રતિક્રમણ ઉભયકાળ કરવું.
૦ દૃષ્ટાંત :- દિલ્હીમાં એક શ્રાવક રહેતો હતો. તેને ઉભયકાળ દેવસી અને રાઈ પ્રતિક્રમણ કરવાનો અભિગ્રહ હતો. રાજ્યકાર્યમાં કોઈએ ખોટું તહોમત મૂક્યું, તેથી દિલ્હીના બાદશાહે તેને સર્વાગે બેડીઓ પહેરાવીને કેદખાનામાં પૂરી દીધો. તે દિવસે તેને લાંઘણ થઈ. તો પણ સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવા માટે તેણે કેદખાનાના રખેવાળને એક ટંક પ્રમાણ સોનું આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ જ રીતે રાઈ-પ્રતિક્રમણ પણ કર્યું. એક મહિનો તે કેદખાનામાં રહ્યો. ત્યાં સુધી રોજ સવારસાંજ એક-એક ટંક પ્રમાણ સુવર્ણ આપીને (આપવાનું વચન આપીને) એક માસમાં ૬૦ ટંક પ્રમાણ સોનું પ્રતિક્રમણ કરવા માટે આપ્યું. પણ પ્રતિક્રમણ છોડ્યું નહીં. તેના નિયમના પાલનની આવી દઢતા જાણીને બાદશાહ ઘણો સંતુષ્ટ થયો અને તેને કેદખાનામાંથી મુક્ત કરી, મોટી બક્ષીસ આપી.
આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી.
૦ આ આલોચના કઈ બાબતની કરવાની ? તે જણાવવા માટે સૂત્રકાર હવે આ જ ગાથામાં આગળ જણાવે છે–
• મૂનપુખ-ઉત્તરાજે - મૂલગુણ અને ઉત્તરગુણને વિશે. ૦ મૂલગુણ એટલે સ્થૂળ પ્રાણાતિપાત આદિ પાંચ અણુવતો. ૦ ઉત્તરગુણ એટલે ત્રણ ગુણવતો અને ચાર શિક્ષાવ્રતો.
એ પ્રમાણે શ્રાવકના સમ્યક્ત્વ યુક્ત બાર વ્રતોમાં થયેલા અતિચારોની આલોચના કરવી.
• તે નિઃિ તંત્ર દાન - તેની હું નિંદા અને ગહ કરું છું.
– આ પ્રમાણે વિસ્મરણાદિ કારણે નહીં લેવાયેલ આલોચનાની પણ હું આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરૂ સાક્ષીએ ગહ કરું . એ પ્રમાણે પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે.
૦ ગાથા રહસ્ય - વૃત્તિકાર મહર્ષિ રત્નશખરસૂરિજી મહારાજ આ ગાથાના આરંભે અવતરણરૂપે જણાવે છે–
મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ ખ્યાલમાં પણ ન આવે એટલી સૂક્ષ્મ હોય છે, ઇન્દ્રિયોરૂપી અશ્વો અતિ ચંચળ-ચપળ હોય છે, જીવનું અત્યંત પ્રમાદ બહુલપણું હોય છે. આ કારણોથી અથવા આત્મા સતત સાવધાન ન રહેતો હોવાથી સંભવ છે કે પ્રતિક્રમણ કાળે બધી આલોચનાઓ - બધાં દુષ્કતો યાદ ન પણ આવે અને