________________
૨૪૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩
- ધર્મસંગ્રહ ગ્રંથમાં વ્યવહાર સૂત્રની ચૂર્ણિ આદિના સાક્ષીપાઠ પૂર્વક ‘પ્રતિક્રમણ' કઈ રીતે, કયારે અને શા માટે કરવું જોઈએ તે જણાવે છે–
૦ કઈ રીતે ? - મુખવસ્ત્રિકા અને રજોહરણાદિથી યુકત થઈને વિધિપૂર્વક પ્રમાર્જેલા સ્થાને પ્રતિક્રમણ કરવું.
૦ જ્યારે ? બંને સંધ્યાકાળે પ્રતિક્રમણ કરવું. ૦ શા માટે ? પંચાચારની વિશુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું.
૦ પ્રતિક્રમણ કાળ - એટલે બંને સંધ્યાનો સમય એમ કહ્યું. પણ સંધ્યાકાળ કોને કહેવો?
– એક સાક્ષીપાઠ મુજબ સંધ્યાકાળ એટલે –
સૂર્ય અને નક્ષત્રોથી વર્જિત અહોરાત્રનો જે સંધિકાળ તેને તત્ત્વના જાણકાર મુનિઓએ “સંધ્યા-સમય' કહ્યો છે.
– સંધ્યાકાળનું વિશેષ સ્પષ્ટીકરણ
સંધ્યાનો સમય સવારે અને સાંજે બંને વખતે એક-એક મુહુર્ત જેટલો કહ્યો છે. અહીં મૂહુર્ત એટલે બે ઘડી અથવા ૪૮ મિનિટ એમ સમજવું. સૂર્યોદયના સમયમાંથી એક ઘડી અર્થાત્ ૨૪ મિનિટ બાદ કરો અને એક ઘડી-૨૪ મિનિટ ઉમેરો તે સવારનો સંધ્યાકાળ થયો. જેમકે ૬.૩૦ વાગ્યે સૂર્યોદય હોય તો ૬.૦૬ થી ૬.૫૪ સુધીનો સવારનો સમય એ સંધ્યાકાળ કહેવાય.
એ જ રીતે સાંજના પણ સૂર્યાસ્તમાંથી એક ઘડી બાદ કરવી અને એક ઘડી ઉમેરવી. તે બે ઘડી (૪૮ મિનિટ)નો સંધ્યાકાળ કહેવાય. જેમકે સાંજે ૭.૦૦ વાગ્યાનો સૂર્યાસ્ત હોય તો ૬.૩૬ થી ૭.૨૪ સુધીનો સમય એ સંધ્યાકાળ કહેવાય
( આ સમયે અસ્વાધ્યાયકાળ હોય છે, તેથી સ્વાધ્યાય કરવો કલ્પતો નથી, પણ આવશ્યક ક્રિયા કરવાની હોય છે.)
પ્રતિક્રમણ અંગેની સામાચારી એવી છે કે, સવારના પ્રતિક્રમણ બાદ તુરંત પડિલેહણ કરે. પડિલેહણ પૂર્ણ થાય ત્યારે સૂર્યોદય થાય એ રીતે સવારનું પ્રતિક્રમણ કરવું. સાંજના પ્રતિક્રમણમાં સૂરજ અસ્ત થતો હોય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર (વંદિતુ સૂત્ર) આવે અને સંધ્યાકાળની પૂર્ણાહૂતિ થાય ત્યાં સુધીમાં પ્રતિક્રમણની સમાપ્તિ થાય.
અપવાદ માર્ગે તો આજીવિકાની પરાધીનતા આદિને કારણે વહેલાં-મોડાં પણ પ્રતિક્રમણ થઈ શકે છે. તેથી સંધ્યાકાળ ન જ સાચવી શકાય, તો પણ નિત્યકર્મનું પાલન કરવું જોઈએ. (અલબત પ્રમાદ કે ટેવને કારણે મોડા પ્રતિક્રમણ કરવું ઉચિત નથી.)
અર્થદીપિકા વૃત્તિમાં સાક્ષીપાઠ આપીને જણાવેલ છે કે
આજીવિકાના સાધનોનો વિચ્છેદ થતાં ગૃહસ્થ જીવનના સર્વે કાર્યો સદાય છે, તેથી નિરપેક્ષ વૃત્તિવાળાએ તો ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ