________________
વદિ-સૂત્ર-વિવેચન-ગાથા-૪૨
૨૪૭ “સામાયિક આદિ એકએક પદની આરાધનાથી પણ અનંતા આત્માઓ મોક્ષ પામ્યા છે.
૦ હવે ગાથા-૪રમાં “યાદ નહીં રહેલા અતિચારોની આલોચના” અંગે સૂત્રકારશ્રી જણાવે છે–
– મૂલગુણો અને ઉત્તરગુણો સંબંધી - આલોચના કરવા યોગ્ય અતિચારો અનેક પ્રકારના છે. – તે બધાં અતિચારો. – પ્રતિક્રમણ વખતે યાદ આવ્યા ન હોય. – તેથી તેની અહીં નિંદા કરું છું, ગર્તા કરું છું. ૦ સૂત્રકારશ્રીના શબ્દોના વિવેચન દ્વારા આ કથન જોઈએ૦ ૩ોય વાવિત - આલોચના ઘણાં પ્રકારની છે. ૦ નોયUT - આલોચના. ગાથા ૪૦માં તેની વ્યાખ્યા જોવી. - વિશેષ એટલું કે
“આલોચના' શબ્દનો સામાન્ય અર્થ ગુર સમક્ષ પાપનું પ્રકાશન અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ છે. તેમ છતાં ઔપચારિક રીતે તે શબ્દ આલોચના યોગ્ય પાપોને માટે પણ વપરાય છે.
આ ગાથામાં “આલોચના' શબ્દ ઉક્ત બીજા અર્થમાં જ વપરાયો છે. એટલે તેનો અર્થ પાપો-પ્રમાદ સ્થાનો - ભૂલો - આલનાઓ કે અતિચારો થાય છે.
૦ અર્થદીપિકા વૃત્તિમાં કહ્યું છે કે, આલોચના એટલે થઈ ગયેલ અશુભ કાર્યનું ગુરુ પાસે કથન. અશુભ કાર્યમાં કારણભૂત પ્રમાદાચરણ પણ ઉપચારથી આલોચન કહેવાય છે.
૦ વવહી ઘણાં પ્રકારની, અનેક પ્રકારની
– આ આલોચના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય એ પાંચે આચારોના સંબંધમાં હોય, વિશેષથી બારવ્રત, સંલેખના આદિ સંબંધોમાં પણ હોય. આ તો મુખ્ય ભેદ કહ્યા, પણ પેટા ભેદોથી તે અનેક પ્રકારની ભૂલ, સ્કૂલના, દોષ આદિ સંબંધ હોય છે.
૦ ૨ સંમરિણા અને તે યાદ ન આવી કે ન સાંભરી હોય. ૦ ૧, ન, નહીં
૦ - અને ૦ સંમરિમા - યાદ આવવી, સાંભરવી, સ્મરણમાં હોવી.
- અનેક પ્રકારની સ્કૂલના થઈ હોય, પણ ગુરુ સમક્ષ તેનું પ્રકાશન કરતાં - પ્રગટ કરતા, તે દરેક આલોચના (ભૂલો) યાદ ન પણ આવ્યા હોય, સ્મરણમાં ન પણ રહ્યા હોય.
પશ્ચિમ રે - પ્રતિક્રમણના સમયે, પ્રતિક્રમણ કરતા.
– પ્રતિક્રમણ કરવાનો કાળ મુખ્ય માર્ગે ઉભય સંધ્યા છે. એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત એ બે કાળ છે.