________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૫, ૩૬
૨૨૯ જ કૃમિરૂપે ઉત્પન્ન થયો.
(૨) વચનદંડ - વચનના યોગે આત્માનું દંડાવું તે. જેમકે - લૌકિક દૃષ્ટાંતમાં આવે છે કે, કૌશિક તાપસે શિકારીને મૃગો ક્યાં ગયા તે સત્યવચન કહ્યા તો પણ પરીણામે હિંસા થઈ હોવાથી તે વચનદંડના ફળ રૂપે નરકે ગયો.
(૩) કાયદંડ - કાયાના યોગે આત્મા દંડાય તે કાયદંડ. જેમકે - માંડવ્ય નામના ઋષિએ પૂર્વે ભરવાડના ભવમાં લીંખને શૂળથી પરોવી, તે પાપથી ઋષિ, વિના અપરાધે શૂળીની શિક્ષા પામ્યો.
-૦- ત્રણ પ્રકારના દંડને તજવા જોઈએ. તેનો ત્યાગ ન કર્યો હોય તેને હું નિંદુ છું.
• જુત્તિ - ગુતિ. તે ત્રણ પ્રકારે છે. મનોગતિ, વચનગુતિ અને કાયગુપ્તિ. (ગુપ્તિની વ્યાખ્યા સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવી.)
- - મ - સમિતિ. તે પાંચ પ્રકારે છે - ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન ભંડ નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ. કલ્પસૂત્ર આદિમાં તેના આઠ ભેદ પણ કહ્યા છે, જેમાં આ પાંચ સમિતિ ઉપરાંત મનસમિતિ, વચનસમિતિ અને કાય સમિતિ એ ત્રણનો ઉલ્લેખ છે. (સમિતિની વ્યાખ્યા સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવી.)
-૦- આ ગુતિ અને સમિતિનું સંભવતઃ પાલન કરવું જોઈએ. શ્રાવકે તેમાં ઉપયોગવંત રહેવું જોઈએ. છતાં કંઈ પ્રમાદાચરણાદિ થયું હોય તેની હું નિંદા કરું છું.
સૂત્રકાર મહર્ષિએ ત્યારપછી ‘' પદ મૂક્યું છે. આ “' નો અર્થ સામાન્યથી “અને' થાય છે. વૃત્તિ-અનુવાદમાં જણાવે છે કે, ‘' શબ્દથી શ્રાવકની ૧૧ પ્રતિમા આદિ સર્વે ધર્મકૃત્યોને વિશે જેનો નિષેધ કર્યો હોય તે કરવું કે કરણીય હોય તે ન કર્યું - તે સર્વેનો અહીં સમાવેશ થાય છે.
• નો વારો ન તં દ્દેિ - જે અતિચાર લાગ્યો હોય તેને હું બિંદુ છું - અહીં ઉક્ત નવે વિષય સંબંધી અતિચારની નિંદા આ પદોથી સમજી લેવી.
૦ હવે ગાથા-૩૬માં સમ્યક્ત્વી જીવને અલ્પ બંધનું કારણ જણાવે છે. સર્વે અતિચારોને સામાન્યથી અને વિશેષથી પ્રતિક્રમ્યા. પરંતુ પ્રતિક્રમનાર શ્રાવક તો ફરી-ફરી છ કાયના આરંભમાં જ પ્રવર્તે છે, તેથી તેને હંમેશાં ઘણાં પાપબંધનો સંભવ રહે છે.
આ વિષયમાં અહીં “હસ્તિનાન" ન્યાયનો ઉલ્લેખ છે. જેમ હાથી જળાશયમાં સ્નાન કરે ત્યારપછી બહાર નીકળીને પણ ફરી સુંઢ વડે પોતાની ઉપર ધૂળ નાંખે છે. એ રીતે તે નાહ્યા પછી પણ પાછો ધૂળીયો થઈ જાય છે. તેમ શ્રાવક પણ આલોચના-પ્રતિક્રમાદિ કર્યા પછી પણ પુનઃ તે જ દોષોનું સેવન કરે છે, તો તેની શુદ્ધિ કઈ રીતે થાય ?
આ પ્રશ્નનું સમાધાન આ ગાથા દ્વારા શાસ્ત્રકાર, સગર્ દર્શનનો મહિમા