________________
૨૨૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ સૂત્ર-૩૮૩માં બતાવેલા છે.
સ્થાનાંગ સૂત્ર-૯૬૪માં દશ પ્રકારે પણ સંજ્ઞા કહેલી છે–
(૧) આહાર, (૨) ભય, (3) મૈથુન, (૪) પરિગ્રહ, (૫) ક્રોધ, (૬) માન, (૭) માયા, (૮) લોભ, (૯) લોક અને (૧૦) ઓઘ સંજ્ઞા.
એ રીતે પંદર અને સોળ સંજ્ઞાઓના ઉલ્લેખ પણ મળે છે.
(૧) આહારથી (૮) લોભ સંજ્ઞા એ આઠ સંજ્ઞા ઉપર મુજબ જાણવી તેમજ (૯) ઓઘ, (૧૦) સુખ, (૧૧) દુઃખ, (૧૨) મોહ, (૧૩) વિચિકિત્સા, (૧૪) શોક અને (૧૫) ધર્મ એ પંદર સંજ્ઞા કહી.
- સોળ પ્રકારે સંજ્ઞા - ઉપરોક્ત ૧૫ અને (૧૬) લોકસંજ્ઞા એ સોળ સંજ્ઞા છે, તેની વ્યાખ્યા આચારાંગ વૃત્તિમાં કરાયેલી છે.
(આ સંજ્ઞાઓની વ્યાખ્યા, તે ઉત્પન્ન થવાના કારણો અને કયા કર્મના ઉદયથી કઈ સંજ્ઞા હોય વગેરે વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાએ સ્થાનાંગ, આચારાંગ, વંદિg સૂત્રવૃત્તિ જોવી.)
સર્વે સંજ્ઞાઓનો ત્યાગ કરવો જોઈએ કે તેમાં યોગ્ય વિવેક રાખવો જોઈએ. મેં તે પ્રમાણે ત્યાગ ન કર્યો કે વિવેક ને રાખ્યો હોય તેની હું નિંદા કરું છું.
• સાથ - કષાયના ચાર અને સોળ ભેદો પ્રસિદ્ધ છે. તે ઉપરાંત ૬૪ ભેદનું કથન પણ વંદિત્તસૂત્ર-અર્થદીપિકા વૃત્તિમાં છે.
ચાર કષાય - ક્રોધ, માન, માયા અને લોભ. (જેની વ્યાખ્યા સૂત્ર-૨ “પંચિંદિય'માં કરાઈ છે. સૂત્ર-૨૭માં પણ તેનો ઉલ્લેખ છે.)
– આ ચારે કષાયોના પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. એ રીતે કષાયના સોળ ભેદો થાય છે. (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાની, (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલન-ક્રોધ, માન, માયા અને લોભ એ ૧૬ ભેદો થાય છે.
- જ્યારે અનંતાનુબંધી પણ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એવા ચાર ભેદે રત્નશેખરસૂરિજી ઓળખાવે છે ત્યારે તેના (૧) અનંતાનુબંધી - અનંતાનુબંધી, (૨) અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાની, (૩) અનંતાનુબંધી-પ્રત્યાખ્યાની, (૪) અનંતાનુબંધી-સંજ્વલન એ પ્રમાણે પ્રત્યેક ભેદના ચાર-ચાર પેટા-પેટા ભેદો ગણતા ૬૪ પ્રકારે કષાય થાય છે.
-૦- આ સર્વ પ્રકારે કષાયોનો ત્યાગ કરવો જોઈએ, છતાં આ કષાયોનો ત્યાગ ન કર્યા હોય તેની હું નિંદા કરું છું.
• હ - દંડ - જેના વડે આત્મા દંડાય તે દંડ.
– આ દંડના ત્રણ ભેદ કહ્યા છે. મનદંડ, વચનદંડ, કાયદંડ. જેની વ્યાખ્યા પૂર્વે સૂત્ર-૧૫ “જાવંત કે વિ.”માં થયેલી જ છે. ' (૧) મનદંડ - મનના યોગે આત્માનું દંડાવું તે. જેમ - કોઈ શ્રાવક હતો, તેને અંત વખતે ગૌતમસ્વામીએ નિર્ધામણા કરાવેલી તેને છેલ્લે વખતે પોતાની સ્ત્રીના કપાળમાં પડેલા ઘા'ની ચિંતા થતી હતી. તે મનોદંડથી તેની સ્ત્રીના કપાળના “ઘામાં