________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૫
૨ ૨૭
જાણવું. કુળનો મદ કરનાર મરીચિને બ્રાહ્મણપણાના કેટલા ભવ પામવા પડ્યા ? રૂપનો મદ કરનારા સનત્ કુમારના શરીરમાં ૧૬ રોગો ઉત્પન્ન થયા. એ રીતે જેનો મદ કરે તેની હાનિ થાય છે. તેમજ સંસાર પરિભ્રમણ પણ વધે છે.
૦ સ્થાનાંગ સૂત્ર-૮૯૫માં મદના દશ ભેદોનો પણ ઉલ્લેખ છે. ૦ ગારવનો બીજો અર્થ કર્યો છે - ગૌરવ.
પ્રાપ્ત થયેલા વિષયોનું અભિમાન અને અપ્રાપ્ત વિષયો માટેની આસક્તિ કે લાલસા હોવી. તેના ત્રણ મુખ્ય ભેદ કહ્યા છે.
(૧) રસ ગૌરવ - ઘી, દૂધ, દહીં વગેરે રસ પદાર્થો મળતાં તેનું અભિમાન કરવું અને ન મળે તો તેની લાલસા કરવી તે રસગારવા આ “રસગારવ'ના વિષયમાં મંગૂસૂરિનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
(૨) ઋદ્ધિગૌરવ - ધન, વૈભવ, પરિવાર આદિ ઋદ્ધિ મળતાં તેનું અભિમાન કરવું અને ન મળે તો તેની ઇચ્છા કરવી તે ઋદ્ધિ ગારવ. આ ઋદ્ધિગારવના વિષયમાં દશાર્ણભદ્રનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
(૩) શાતાગારવ - કોમળ શય્યા, વસ્ત્ર, આસન, સુખ, આરોગ્ય આદિ પ્રાપ્ત થયા હોય તેનું અભિમાન કરવું અને ન મળે તો તેની લાલસા રાખવી તે શાતા ગારવ. તેમાં શશિરાજાનું દૃષ્ટાંત છે.
૦ લઘુ દષ્ટાંત :- કુસુમપુર નગરમાં શશિ અને સૂર્યપ્રભ નામના બે ભાઈઓ હતા. શશિ રાજા તરીકે રાજ્ય કરતો હતો અને સૂર્યપ્રભ યુવરાજ હતો. કોઈ વખતે
ત્યાં વિજયસેનસૂરિ નામના આચાર્ય પધાર્યા. સૂર્યપ્રભ આચાર્ય મહારાજને વંદનાર્થે ગયો. ધર્મ દેશના સાંભળી, પ્રતિબોધ પામ્યો. મોટાભાઈની અનુમતિ પામીને દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્રપાળી પાંચમે દેવલોકે દેવ થયો.
શશિ રાજા શાતાગારવમાં રક્ત રહ્યો. અવિરતપણે મરીને નરકે ગયો. સૂર્યપ્રજદેવે ભાઈના નેહને લીધે નરકમાં જઈ શશિના જીવને ધર્મનો પ્રભાવ જણાવ્યો. તે વખતે શશિનો જીવ પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ નરકને વશ થયા પછી શું થાય ? એ રીતે શશિરાજા શાતાગારવના કારણે બહુ દુઃખ પામ્યો.
–૦- આ રીતે જાતિમદ આદિ આઠ પ્રકારના મદનો અને રસગારવ આદિ ત્રણ ગારવનો ત્યાગ કરવો જોઈએ. તેમાંથી મેં જે કાંઈ ત્યાગ ન કર્યો કે જેનું આસેવન કર્યું તેની હું નિંદા કરું છું.
• સન્ના - સંજ્ઞા. સંજ્ઞાના-૪ કે ૧૦ કે ૧૫ કે ૧૬ ભેદો કહ્યા છે.
– સ્થાનાંગ સૂત્ર-૩૮૩ ને સમવાયાંગ સૂત્ર-૪માં સંજ્ઞાના ચાર ભેદોનું કથન છે. ત્યાં સંજ્ઞાની વ્યાખ્યા કરતા વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી જણાવે છે કે, “સંજ્ઞા" એટલે અશાતાવેદનીય અને મોહનીય કર્મના ઉદયથી થતી આહારની અભિલાષા વગેરે વિશિષ્ટ પ્રકારની ચેતનાઓ.
આ ચાર સંજ્ઞા છે - (૧) આહાર, (૨) ભય, (૩) મૈથુન, (૪) પરિગ્રહ. આ ચારે સંજ્ઞાની ઉત્પત્તિ કઈ રીતે થાય તેના ચાર-ચાર કારણો પણ સ્થાનાંગ