________________
૨૨૬
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૩
શ્રાવકાદિનું પણ તેમનો ખેદ દૂર કરવા માટે વિશ્રામણ કરવું - પગચંપી ઇત્યાદિ કરવા.
૨૧. પછી ઘેર જઈને ઉચિત યોગનું અનુષ્ઠાન કરવારૂપ નમસ્કાર ચિંતન આદિ પોતાના અભ્યાસ કરેલ સૂત્રોને સંભારી જવા.
૨૨. પોતાના પરિવારને એકઠો કરીને ધર્મોપદેશ આપવો. ૨૩. વિધિપૂર્વક શયન કરવું. ૨૪. પોતાના ધર્માચાર્યને સંભારી ચાર શરણાં સ્વીકારવા.
૨૫. અબ્રહ્મસેવનની પ્રાયે વિરતી કરવી અને તે મોહની જુગુપ્સાથી થાય માટે મોહનીય કર્મની તેના દોષ જોવાપૂર્વક જુગુપ્સા કરવી.
૨૬. સ્ત્રીના સ્વરૂપનું ચિંતવન કરવું, સ્ત્રીના અંગોપાંગની અપવિત્રતા વિચારવી અને તેમાં આસક્ત થયેલાને આ ભવ અને પરભવ સંબંધી જે અપાયકષ્ટ પ્રાપ્ત થાય છે, તે વિચારી જવા.
૨૭. સ્ત્રીસંગથી જેઓ નિવૃત્ત થયેલા હોય તેમના પ્રત્યે બહુમાન ભક્તિથી નિર્ભર એવી પ્રીતિ ધારણ કરવી.
૨૮. પાછલી રાત્રે જાગૃત થતાં ધર્મરૂપ કાયાને બાધાકારક વિષય અભિલાષાદિ દોષો તથા તેના વિપક્ષભૂત ભવવૈરાગ્યાદિ શુભ ભાવોનું ચિંતવન કરવું.
૨૯. તેવી જાગૃત અવસ્થામાં પોતાના ધર્માચાર્ય કે જે ઉદ્યત વિહારી અને વિશુદ્ધ ચારિત્રી હોય તેમની પાસે હું દીક્ષા ક્યારે ગ્રહણ કરીશ ? તે અંગેના મનોરથો કરવા.
૦ શ્રાવકના દિનકૃત્યના એક જ ગ્રંથ આધારિત આ સામાન્ય સંક્ષેપ ક્રમ કહ્યો છે. શ્રાવકની આસેવન શિક્ષા - આચરણા આ અને આટલી જ છે, તેવું ન માનવું. કેમકે શ્રાદ્ધાધિ, પંચાશક, ધર્મપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોમાં અનેક આચરણા જોવા મળે છે. વળી પર્વકૃત્ય, વાર્ષિક કૃત્યો, ૩૬ કર્તવ્યો આદિ પણ શ્રાવકોના ગ્રંથોમાં ઉલ્લેખ પામેલા જ છે તે સર્વે આચરણો શ્રાવકો માટે આસેવન શિલારૂપે ચિંતનીય અને આચરણીય છે.
-૦- આ ગ્રહણ અને આસેવન બંને શિક્ષાનું યથાર્થ રીતે આચરણ કે સેવન કરવું જોઈએ, તે ન થયું હોય તેની હું નિંદા કરું છું.
• જારવ ગૌરવ. વૃત્તિકાર મહર્ષિ તેને બે ભેદોથી જણાવે છે (૧) મદઅભિમાનરૂપે, (૨) ત્રણ ગારવ સ્વરૂપે.
(૧) ગૌરવ એટલે “જાતિમદ' આદિ આઠ મદના સ્થાનો કહ્યા છે– (૧) જાતિનો મદ, (૨) કુળનો મદ, (૩) રૂપનો મદ, (૪) બળનો મદ, (૫) શ્રુતનો મદ (૬) તપનો મદ (૭) લાભનો મદ, (૮) ઐશ્વર્યનો મદ.
આ આઠ મદમાંથી (ઉપલક્ષણથી) કોઈપણ પ્રકારનો મદ કરવાથી જીવ તેતે વિષયમાં હાનિ પામે છે. જેમકે - જાતિનો મદ કરવાથી “મેતાર્યનું દૃષ્ટાંત