________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૩૫
છે. કહ્યું છે કે, શ્રાવકને જઘન્યથી આઠ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયન સુધી સૂત્ર અને અર્થથી શ્રુતગ્રહણ કરવું, કરાવવું, પાંચમું અધ્યયન સૂત્રથી ન ક૨ે પણ માત્ર વ્યાખ્યાનાદિ વડે અર્થથી સાંભળવું કલ્પે. આસેવન શિક્ષા એ પુનઃ પુનઃ કરવા રૂપ અભ્યાસ છે, તે માટે પંચાશક, શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસંગ્રહ, ધર્મબિંદુ, ધર્મપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોમાં શ્રાવકના જે કર્તવ્ય બતાવેલા છે. તેને યથાવિધિ આચરવા તે આસેવન શિક્ષા છે.
૨૨૫
અહીં શ્રાવકના દૈનિક આચરણ કે કર્તવ્યરૂપ બાબતોનો સામાન્ય ચિતાર ‘‘શ્રાદ્ધદિનકૃત્ય’’ના આધારે જણાવેલ છે—
૧. શ્રાવકે પંચપરમેષ્ઠી-નમસ્કાર મંત્રને સંભારતા નિદ્રા દૂર કરવી. ૨. નમસ્કાર મંત્ર પરાવર્તના બાદ “હું કોણ છું ? શ્રાવક છું'' ઇત્યાદિ ચિંતવના કરવી.
૩. શ્રાવકોના બાર વ્રતો પૈકી મારે કેટલાં છે ? તે સંભારવું.
૪. મોક્ષ એ અગ્રણી પુરુષાર્થ છે. તેના અવંધ્ય કારણરૂપ સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયનો યોગ એટલે સર્વ અતિચારનું વિશોધક હોવાથી છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ તે તેનું કારણ હોવાથી (રાઈ પ્રતિક્રમણ) કરવું. ૫. દ્રવ્યપૂજારૂપ અને ભાવપૂજારૂપ ચૈત્યવંદન કરવું. ૬. વિધિપૂર્વક નમુક્કારસહી આદિ પ્રત્યાખ્યાન કરવું. ૭. વિધિપૂર્વક જિનભવને (દેરાસરે) જવું.
૮. પુષ્પમાળા, ગંધ આદિ વડે જિનબિંબોનું પૂજન કરવું. ૯. પ્રસિદ્ધ એવી ચૈત્યવંદન વિધિ વડે ચૈત્યવંદન કરવું.
૧૦. ગુરુ પાસે જઈ વંદન કરી, તેમની પાસે પ્રત્યાખ્યા કરવું. ૧૧. ગુરુ મહારાજ પાસે ધર્મનું શ્રવણ કરવું.
૧૨. સાધુ સમુદાયને શરીર આદિની સુખશાતા પૂછવું.
૧૩. ગ્લાન, બાળ, વૃદ્ધ આદિ મુનિને માટે યોગ્ય ઔષધ આદિ માટે ઉચિત એવી વ્યવસ્થા કરવી.
૧૪. લોક અને લોકોત્તરથી અવિરુદ્ધ એવો વ્યવસાય કરવો.
૧૫. મધ્યાહ્ને જિનપૂજા, મુનિદાન, સાધર્મિક વાત્સલ્ય, ઉચિત દાન ઇત્યાદિ કરીને પચ્ચક્ખાણ સંભારીને ઉચિત ભોજન કરવું.
૧૬. ભોજન કર્યા પછી યથાસંભવ-બની શકે તે રીતે મુઠ્ઠીસહિય, ગંઠસહિય અથવા દિવસ ચરિમનું પ્રત્યાખ્યાન કરવું.
૧૭. ચૈત્યગૃહ સમીપે અથવા ઉપાશ્રયાદિમાં મુનિરાજ રહેલા હોય ત્યાં જઈને તેમની પાસે ધર્મોપદેશનું શ્રવણ કરવું.
૧૮. જિનબિંબની અર્ચા કરવી.
૧૯. ગુરુ મહારાજ પાસે જઈ વંદના કરીને પ્રતિક્રમણ કરવું.
૨૦. સ્વાધ્યાય, સંયમ અને વૈયાવૃન્ત્યાદિ વડે શ્રાંત થયેલા મુનિઓનું તેમજ
315