________________
૨૨૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
તે અતિચારોનો નામ-નિર્દેશ તે-તે ગાથામાં કર્યો, ત્યારપછી આ અતિચારનું સામાન્ય કારણ છે. મન, વચન, અને કાયા. એ વાત જણાવીને તેનું સામાન્યપણે પ્રતિક્રમણ કર્યું. હવે એ ત્રણે યોગનું જ વિશેષપણે પ્રતિક્રમણ જણાવે છે.
– આ ગાથામાં – (૧) વંદન, (૨) વ્રત, (૩) શિક્ષા, (૪) ગૌરવ, (૫) સંજ્ઞા, (૬) કષાય, (૭) દંડ, (૮) ગુપ્તિ અને (૯) સમિતિ.
આ નવ વિષયોમાં કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી અતિચારો લાગે છે, તેની નિંદા કરાયેલ છે.
– આ નવ વિષયો અંગે ગાથાના શબ્દો અનુસાર વિસ્તારથી વિવેચન હવે અહીં કરી રહ્યા છીએ
• વંલ – વંદન. તેમાં અહીં વૃત્તિકારે બે પ્રકારના વંદનનો ઉલ્લેખ કર્યો છે – (૧) ચૈત્યવંદન અથવા દેવવંદન અને (૨) ગુરુ વંદન. આ બંને વંદનોના પણ દ્રવ્યથી અને ભાવથી બબ્બે ભેદ છે. તેથી કુલ ચાર ભેદ થશે - (૧) દ્રવ્ય ચૈત્યવંદન, (૨) ભાવ ચૈત્યવંદન, (૩) દ્રવ્ય ગુરુવંદન અને (૪) ભાવ ગુરુવંદન.
દષ્ટાંત – દ્રવ્યથી ચૈત્ય અથવા દેવવંદનમાં પાલકકુમારનું દૃષ્ટાંત છે, જેણે સાક્ષાત્ જઈને ભગવંત અરિષ્ટનેમિને વંદન કરેલું અને ભાવ દેવ (ચૈત્ય) વંદનમાં શાંબકુમારનું દૃષ્ટાંત છે, જેણે ઘેર બેઠાં-બેઠાં જ ભગવંત અરિષ્ટનેમિને વંદન કરેલ.
એ જ રીતે ગુરુવંદનમાં દ્રવ્ય અને ભાવ બે ભેદને જણાવતું દૃષ્ટાંત છે - કૃષ્ણ વાસુદેવ અને વીરક શાળવીનું. તે બંને એ ૧૮૦૦૦ સાધુને વાંદ્યા. પણ કૃષ્ણવાસુદેવે કરેલ ભાવવંદન હતું. જ્યારે વીરક સાળવીએ કેવળ અનુવૃત્તિથી કરેલ દ્રવ્યવંદન હતું.
- ચૈત્યવંદન ભાષ્યમાં દેવવંદનના ૨૦૭૪ બોલ અને ગુરુવંદનભાષ્યમાં ગુરુવંદનના ૪૯૨ બોલ રૂપે જણાવેલ છે.
– વંદન યથા સમય અને યથાવિધિ ન કર્યું હોય તેને નિંદુ છું.
• વય - વ્રત. તેમાં વૃત્તિકારે શ્રાવકના બાર વ્રત અને પૌરુષી આદિ પચ્ચકખાણોનો સમાવેશ કર્યો છે.
– શ્રાવકના બાર વ્રતોમાં આપણે આ જ વંદિતુ સૂત્રમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવત, ચાર શિક્ષાવ્રતો જોઈ ગયા તે.
- પૌરૂષી (પારસી), સાર્ધ પોરસી, પુરિમટ્ટ, અવઠ્ઠ, બીયાસણું, એકાસણું, એકલઠાણું, આયંબિલ આદિ પચ્ચક્ખાણ,
– વ્રતો લીધાં નહીં કે લઈને બરાબર પાન્યા નહીં અથવા આ વ્રત નિયમોમાં કંઈપણ ભૂલચૂક થઈ હોય તેને નિંદુ છું.
• સિવવ - શિક્ષા. તેના પણ વૃત્તિકાર બે ભેદ કહે છે. (૧) ગ્રહણ શિક્ષા - સૂત્રો અને અર્થોનો અભ્યાસ કરવો તે. (૨) આસેવન શિક્ષા - શ્રાવકાચાર મુજબના નિયમો પાળવા તે. – સામાયિક આદિ સૂત્રો તથા અર્થોનું ગ્રહણ કરવું તે ગ્રહણ શિક્ષા કહેવાય