________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૪
૨૨ ૩
વાચા વડે વાચાનું પ્રતિક્રમણ.
કોઈ વખતે ભગવંત મહાવીરની આજ્ઞાથી ગૌતમસ્વામી આનંદ શ્રાવકને ત્યાં પધારેલા. તે વખતે અનશન તપધારી આનંદ શ્રાવકે ગૌતમસ્વમીને કહ્યું કે, લવણ સમુદ્રની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એ ત્રણે દિશએ ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તર દિશામાં હિમવંત પર્વત સુધીનું તેમજ ઉર્ધ્વલોકમાં સૌધર્મકલ્પ સુધીનું અને અધોલોકમાં રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસના લોલુપનામાં પ્રતર સુધીનું અવધિજ્ઞાન મને ઉત્પન્ન થયું છે. એ કથન સાંભલીને ગૌતમસ્વામીએ એકાએક કહ્યું કે, ગૃહસ્થને આટલું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે એ અસદુ વાદની આલોચના કરો. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે, હે પ્રભો ! સત્ વસ્તુ કહેવામાં શું આલોચના હોય ? જો ન હોય તો આપ જ આલોચના કરો.
આ કથન સાંભળી સાશંકિત થયેલા ગૌતમસ્વામીજી ભગવંત મહાવીર પાસે આવ્યા. ભગવંત મહાવીરને પૂછતાં તેમણે આનંદનું કથન સત્ય છે, તેમ જણાવ્યું. આનંદ શ્રાવકને “મિથ્યાદુષ્કૃત્” આપવા કહ્યું. ત્યારે પ્રભુના વચને ગૌતમસ્વામીએ આનંદ શ્રાવક પાસે જઈને તે સ્થાનની આલોચના કરી તેને ખમાવ્યો. એ રીતે વચનથી વચનના અતિચારને પ્રતિક્રખ્યો.
• મળતી માહિ૩ - મન વડે માનસિક અતિચારોનું. - મન વડે થયેલા અતિચારને મન વડે (પ્રતિક્રમું છું.)
– અશુભ મનોયોગને સ્થાને પાપભીરુતા, પાપ કાર્યોની નિંદા, પશ્ચાત્તાપ વગેરે દ્વારા મન વડે મનનું પ્રતિક્રમણ
– દેવતત્ત્વ આદિમાં શંકાદિથી માલિન્યતા થવા રૂપ માનસિક. તે માનસિક અતિચારોને “મનથી જ સાતમી નરકને યોગ્ય ઉપાર્જેલ કર્મથી મનથી નિંદા કરતાં ક્ષણવારમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ “હા મેં ખોટું કર્યું એ રીતે આત્મનિંદાપૂર્વક મનથી તે અતિચારોને પ્રતિકકું છું.
• સવ્વસ વાફડારરસ - સર્વે વ્રતોના અતિચારોનું – સઘળાં વ્રતોમાં જે અતિચારો લાગ્યા હોય તેનું. – એક અપેક્ષાએ સર્વ કોઈ અતિચારો ત્રણ પ્રકારે લાગે છે. (૧) કાયાના અશુભ વ્યાપારોથી - જેમકે વધ, બંધન, અંગચ્છેદ. (૨) વચનના અશુભ વ્યાપારોથી - જેમકે સહસાવ્યાખ્યાન આદિ.
(૩) મનના અશુભ વ્યાપારોથી - જેમકે શંકા, કાંક્ષા આદિથી કે ક્રોધ, માન, માયા, લોભ આદિથી.
– આ ત્રણ પ્રકારે કોઈ પણ વ્રતનો કોઈ પણ અતિચાર-દોષ થાય છે.
– આ અશુભ યોગોને સ્થાને પુનઃ શુભ યોગોનું પ્રવર્તન કરવું તે પ્રતિક્રમણ છે.
હવે ગાથા-૩૫માં વિશેષ પ્રકારે પ્રતિક્રમણનું કથન છે. - સમ્યક્ત્વ અને બાર વ્રતમાં તથા સંલેખનામાં જે કોઈ અતિચાર લાગે છે,