________________
૨૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
– એ પાંચ પ્રકારની ઇચ્છાઓને લીધે નીપજતા અતિચારો મને મરણના છેલ્લા શ્વાસોચ્છવાસ પર્યન્ત પણ લાગવા ન પામો. અહીં સંખના વ્રતને આશ્રીને આ અતિચારો કહ્યા તે તો માત્ર ઉપલક્ષણથી કહ્યા છે. ખરેખર તો કોઈપણ ધર્માનુષ્ઠાન આલોકના કે પરલોકના અર્થે આચરવું નહીં, યશકીર્તિ પ્રશંસાદિ માટે કરવું નહીં, પણ કેવળ જિનેશ્વર દેવો દ્વારા પ્રરૂપિત હેતુ સિવાયના અન્ય કોઈપણ હેતુઓથી ધર્માનુષ્ઠાન આચરવું નહીં.
અત્યાર સુધીમાં જે અતિચારોનું વર્ણન કર્યું તે સર્વે અતિચાર મન, વચન, કાયાના અશુભ યોગથી ઉપજે છે. માટે હવેની ૩૪મી ગાથામાં જે યોગથી જે અતિચારો થયા હોય તે અતિચારોની પ્રતિક્રમણા તે યોગથી કરવાનું વિધાન કરે છે.
• વાળ વાસ - કાયા વડે કાયિક અતિચારોનું. - કાયા થકી થયેલા અતિચારોને કાયાથી (પ્રતિક્રમું છું)
- હવે પછી આવતો “પડિક્કમ” શબ્દ ત્રણ પ્રકારના અતિચારો સાથે સંબંધ ધરાવે છે.
– કાયાથી વધ બંધનાદિ કર્યું તે કાયિક, કાયાના યોગથી થયેલા અતિચાર. આવા અતિચારને વાળ - કાયાથી એટલે કે ગુરમહારાજે આપેલ બાહ્યતપ કે કાઉસ્સગ્ન જેવા અત્યંતર તપ આદિ પ્રાયશ્ચિત્તમાં કાયાને જોડીને તે “કાયિક અતિચારોને કાયાથી” (પ્રતિક્રમું છું તેમ સમજવું.)
- અશુભકાય યોગને સ્થાને તપ અને કાયોત્સર્ગ આરાધના.
– જેમ દઢપ્રહારીએ પોતાની કાયા વડે ગાય, બાળક, સ્ત્રી અને બ્રાહ્મણની હત્યા કરેલી, તે પૂર્વે પણ અનેક હત્યાઓ કરી હતી. એ પ્રમાણે તેણે કાયિક અતિચાર (અનાચાર) કર્યો હતો. પશ્ચાત્તાપ થતાં તેણે દીક્ષા લીધી. પોતે કાયા વડે કરેલ હત્યાઓને સ્થાને તે હત્યાઓ યાદ આવ્યા કરે ત્યાં સુધી ચારેય આહારના ત્યાગ કરવાપૂર્વક તે તપમાં છ માસ સુધી કાયાને કાઉસગ્નમાં સ્થાપીને છેલ્લે મોક્ષપદ પ્રાપ્ત કર્યું. તે કાયા વડે કાયાના અતિચારોનું પ્રતિક્રમણ જાણવું
• પડયમ - પ્રતિક્રમું છું, પ્રતિક્રમણ કરું છું. - આ શબ્દની વ્યાખ્યા વિશે ગાથા-૧માં જણાવેલ છે.
– આ ક્રિયાપદ કાયા, વચન, મન એ ત્રણેના અતિચારોને “પ્રતિક્રમવા” માટે પ્રયોજાયેલ છે. તેથી તેનો ત્રણે સાથે સંબંધ જોડવો.
૦ વાગસ વાયા - વાચા વડે વાચિક અતિચારોનું. – વચન વડે થયેલા અતિચારોને વચનથી (પ્રતિક્રમું છું)
– સહસા અભ્યાખ્યાન અર્થાત્ વિચાર્યા વિના કોઈને શીધ્રપણે “તું ચોર છે - તું લંપટ છે' ઇત્યાદિ પ્રકારે ખોટું આળ દેવું વગેરે વચનથી કર્યું હોય તે વાચિક. આવા વાચિક અતિચારોને વચન વડે પ્રતિક્રમવા તે“વાઇઅસ્સ વાયાએ” કહેવાય.
– અશુભ વચન યોગને સ્થાને મિથ્યાદિષ્કૃતાદિ' વચનનો વ્યવહાર કરવો તે,