________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૩૩
પ્રાપ્તિ થાઓ તો તે કામભોગ આશંસા નામે પાંચમો અતિચાર છે.
અતિચારો કહ્યા છે સ્પષ્ટ શબ્દોલ્લેખ છે.
-
ઉપાસવા નામના સાતમાં આગમસૂત્રમાં સંલેખના તપના જે પાંચ તેમાં તો પાંચમાં અતિચારમાં ‘કામભોગાસંસપ્પઓગ' નામે
૭ ગામંસ-યોગે
ઇચ્છા કરવારૂપ મનોવ્યાપાર,
ઞ + શંત્ પરથી ‘આશંસા’ શબ્દ બન્યો છે. ‘આશંસા' એટલે નહીં મળેલી વસ્તુ મેળવવાની ઇચ્છા. તેને આશા કે આકાંક્ષા પણ કહે છે અને ‘ગોગ’ એટલે પ્રયોગ. અર્થાત્ ક્રિયા અથવા મન આદિનો વ્યાપાર કે પ્રવૃત્તિ.
-
૦ લઘુ દૃષ્ટાંત બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પૂર્વભવમાં એક મુનિ-સાધુ હતા. ઉત્કૃષ્ટ તપને અંગીકાર કરીને વિચરતા હતા. ચાંડાલપણાને પામવા છતાં તે આત્માએ ક્રમશઃ પોતાને ઉર્ધ્વસ્થાને પહોંચાડી સાધુપણાની પ્રાપ્તિ કરેલી. અંત સમયની આરાધનામાં રત એવા મુનિને ક્ષમાપના પૂર્વક વંદના કરવા માટે સનત્કુમાર ચક્રવર્તી આવે છે. ચક્રવર્તી પોતાના સર્વ પરિવાર સાથે આવેલો હતો. સર્વે અંતેઉર પણ સાથે જ હતું. જ્યારે બધાં વંદન કરી રહ્યા હતા ત્યારે તે મુનિને ચક્રવર્તીના સ્રીરત્નના વાળની લટનો સ્પર્શ થયો. જ્યારે ચક્રવર્તીના સ્રીરત્નની લટ સરકીને કાયોત્સર્ગ મગ્ન મુનિને સ્પર્શી ત્યારે તે એટલા બધાં રોમાંચિત થઈ ગયા કે તેને એવા ઉત્તમ ભોગની ઇચ્છા જાગી. તે મુનિએ નિયાણું કર્યું કે મારા તપ અને ચારિત્રનું જો કોઈ ફળ હોય તો હું ભવાંતર આવા ઉત્તમ ભોગને પામું. મુનિ ભવાંતરે ચક્રવર્તીપણાને પામ્યા અને બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા.
૨૨૧
-
-
આ પ્રમાણે પરભવને વિશે કંઈક મેળવવાની ઇચ્છા કે આશા થવી તે ‘‘આશંસાપ્રયોગ’”. કોઈપણ ધર્માનુષ્ઠાનમાં આલોક અને પરલોકનાં સુખની આકાંક્ષા સર્વથા વર્ષનીય સમજવી. કેમકે કદાચ પુન્યના ઉદયે ઇચ્છાની પૂર્તિ થઈ પણ જાય, પરંતુ નિદાનના પરિણામે કદાપી તે ભવમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ કે મોક્ષ મળી શકતો નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તીની માફક નરક અથવા દુર્ગતિને પામે છે. છેવટે સર્વવિરતિધર બનીને પણ મુક્તિ તો ન જ પામે.
• પંચવિદ્દો ગગરો - પાંચ પ્રકારના અતિચાર.
–
અહીં જે (૧) આલોક સંબંધી આશંસાથી (૫) કામભોગ આશંસા સુધીના કહ્યા તે પાંચ પ્રકારના અતિચારો અર્થાત્ સંલેખના વ્રતના ઉલ્લંઘન કે અતિક્રમણ દોષો જાણવા.
-
૦ મા મા દુખ઼ મરાંતે - મરણ સમયે મને આ (પાંચમાંથી પણ એક પણ ઇચ્છા) ન હોજો.
સંલેખના તપ-ક્રિયા કરતાં પાંચમાંથી એક પણ અતિચાર મને ન લાગે, એવા મનોરથ આ ‘“મા દુન્ન’' શબ્દથી વ્યક્ત કરાયાછે.
૦ મા
ન, નહીં ૦ ğા - હોજો
માઁ - મને, મારે મરÜતે - મરણ સમયે