________________
૨૨૦
હવે ગાથાના શબ્દો અનુસાર વિવેચન કરીએ છીએ– ૦ હોવ આ લોકને વિશે, મનુષ્યલોક સંબંધી.
આ પદની સાથે ‘ઞામંતપત્રોને’શબ્દ જોડવાનો છે.
-
– ‘ઇહલોક' એટલે અહીં આવેલો લોક, મનુષ્યલોક.
ઉર્ધ્વલોક ઉપર છે, અધોલોક નીચે છે. તેથી ‘ઇહલોક' શબ્દથી મનુષ્યલોકનું જ ગ્રહણ કરાય છે.
આસંતાપોળ એટલે ઇચ્છાનો વ્યાપાર કે પ્રવૃત્તિ.
―
www
સંલેખનાનો તપ સ્વીકાર્યા પછી મનમાં એવી ઇચ્છા કરવી કે હું મરણ બાદ આ મનુષ્યલોકમાં પરભવને વિશે હું મનુષ્ય થઉં, રાજા થાઉં કે શ્રેષ્ઠી આદિ થાઉં ઇત્યાદિ ઇચ્છારૂપ જે પ્રયોગ-મન આદિનો વ્યાપાર-તે પહેલો અતિચાર છે. ૦ પર તોપુ - પરલોકને વિશે, પછીના ભવને વિશે.
આ પદ સાથે પણ ‘ઞસંક્ષપોર્નો’શબ્દને જોડવાનો છે. સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી મનમાં એવી ઇચ્છા રાખવી કે, અહીંથી મરીને દેવ થાઉં, વિમાનોનો અધિપતિ ઇન્દ્ર થાઉં ઇત્યાદિ ઇચ્છારૂપ પ્રયોગ-મન આદિનો વ્યાપાર-તે સંલેખના સંબંધી બીજો અતિચાર છે. ♦ નીવિગ - જીવિત-જીવનને વિશે.
આ પદ સાથે પણ ‘બાસસપોર્ન’ પદને જોડવાનું છે.
જીવન કે પ્રાણધારણ તે જીવિત. સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી એવી ઇચ્છા રાખવી કે આ અવસ્થામાં હું વધારે વખત જીવું તો ઠીક. જેથી પ્રાપ્ત થઈ રહેલાં સત્કાર, સન્માન, ઉત્સવો આદિ લાંબો સમય ચાલે અને લોકોમાં મારી વધારે કીર્તિ થાય, તે જીવિતાશંસા પ્રયોગ નામે ત્રીજો અતિચાર.
—
.
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
અનશન કરેલ કોઈ શ્રાવકને ચાલુ ભવમાં જ અધિક જીવવાની ઇચ્છારૂપ વ્યાપાર. વિવિધ મહોત્સવો, અગણિત સત્કાર-સન્માન, વિશિષ્ટ બહુમાન, સાધર્મિક દ્વારા થતી પ્રશંસા એ બધું જોઈને વધુ જીવવાની ઇચ્છા કરવી તે. મળે - મૃત્યુ કે મરણના વિશે.
-
અવસાન કે મૃત્યુ તે મરણ. સંલેખના તપ સ્વીકાર્યા પછી ક્ષેત્રની કર્કશતાના કારણે, પૂજા-સન્માન આદિના અભાવે, ક્ષુધા વગેરેની પીડા અસહ્ય બનવાથી ઇત્યાદિ કારણે એવો વિચાર કરે કે હવે મારું મરણ જલ્દી થાય તો સારું એ મરણઆશંસા નામનો ચોથો અતિચાર છે.
. સ
પદથી ‘કામભોગ’' શબ્દનું ગ્રહણ કરાયું છે.
-
-
અને. સામાન્યથી સમુચ્ચય કરવા વપરાય છે, પણ અહીં ‘ગ’
· ‘કામભોગ’ સાથે પણ આસંતપોળ શબ્દ જોડવાનો છે.
સંલેખના તપનો સ્વીકાર કર્યા પછી યોગ્ય પૂજા-સત્કારના અભાવે કે ક્ષુધા આદિ દુઃખથી પીડિત થઈને એવી ઇચ્છા કરવી કે વહેલો કે મોડો હું દેવલોકમાં
કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાઉ પણ ત્યાં મને ઇચ્છિત કામ અને ભોગની