________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૨, ૩૩
૨૧૭
• સંતે પ-૩-હા - સૂત્રકાર મહર્ષિ આ ૩૨મી ગાથાના ત્રીજા ચરણમાં પદો જણાવે છે. તેમાં ‘સંતે' શબ્દ પછીના ‘ાઝવાઇ' પદનો વિગ્રહ બે પ્રકારે જોવા મળે છે. (૧) છાઅને સાથે તથા (૨) છાનુડ અને . અર્થની દૃષ્ટિએ “દાન ન આપ્યું” તેવો અર્થ બધામાં સરખો જ કર્યો છે. વળી અર્થદીપિકા નામક શ્રી રત્નશેખરસૂરિ રચિત વૃત્તિમાં પ્રાણુ-માળે એવો પદ વિગ્રહ છે જ. તેથી અમે પહેલા પદ વિગ્રહને સ્વીકાર્યો છે.
૦ સંત - વિદ્યમાન હોવા છતાં, પાસે હોવા છતાં. ૦ / - પ્રાસુક, અચિત્ત, નિજીવ, નિર્દોષ
- પ્રાસુક એટલે જેમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે, જે જીવરહિત છે તેવી અચિત્ત કે નિર્જીવ વસ્તુને પ્રાસક કહેવાય છે.
- શાસ્ત્રમાં પણ તેની વ્યાખ્યા કરતા કહેવાયું છે કે, જે દ્રવ્ય નિર્જીવ હોય, જે દ્રવ્ય જંતુઓ વડે મિશ્ર ન હોય, તેને જીવાજીવ વિશારદોએ “પ્રાસુક" એ પ્રમાણે કહેલ છે.
૦ વાકયાર્થ - સાધુને પડિલાભવા યોગ્ય - વહોરાવવા યોગ્ય આહાર આદિ (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ) હોવા છતાં “એ પ્રમાણે “સંત ફાસુ અ દાણે” વાક્યનો અર્થ સમજવો.
૦ તં નિ સં દ રિમિ - હું તેની નિંદા કરું છું, ગહીં કરું છું.
આ ગાથામાં - મૂળ તો છતી શક્તિએ અતિથિ સંવિભાગ અથૉત્ સુપાત્ર દાન ન કર્યું હોય તેની નિંદા અને ગર્ણી કરેલ છે.
આ વાતને જણાવવા માટે સૂત્રમાં ત્રણ બાબતો જણાવી છે. (૧) વહોરાવવા યોગ્ય પ્રાસુક (અચિત્ત) આહારાદિ પાસે હોવા છતાં (૨) તપ-ચારિત્ર અને ક્રિયાવંત સાધુ ભગવંતનો યોગ મળવા છતાં (૩) મેં સંવિભાગ ન કર્યો અર્થાત્ દાન ન આપ્યું.
એવા મારા પ્રમાદાચરણની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હ કરું .
૦ હવે ગાથા ૩૩માં સંલેખના સંબંધી પાંચ અતિચારો કહે છે– (૧) ઇહલોક આશંસા પ્રયોગ, (૨) પરલોક આશંસા પ્રયોગ, (૩) જીવિત આશંસા પ્રયોગ, (૪) મરણ આશંસા પ્રયોગ, (૫) કામભોગ આશંસા પ્રયોગ. ૦ ગાથાની ભૂમિકા :
આ ગાથામાં પ્રત્યક્ષરૂપે ક્યાંય “સંલેહણા” (“સંલેખના”)શબ્દ નોંધાયો નથી. પણ વૃત્તિકાર મહર્ષિના જણાવ્યા મુજબ તથા “પાક્ષિકઅતિચાર"ના વર્ણનો મુજબ આ અતિચારોને સંલેખનાના અતિચારો કહ્યા છે. સંલેખના એટલે સારી લેખના. તેનો અર્થ આ પ્રમાણે છે
સંલેખનામાં મૂળ ધાતુ નિવું છે. અહીં તેનો અર્થ “શોષણનો ભાવ” છે.