________________
૨૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
એ ચાર અકલ્પનીયનો ત્યાગ કરી, કલ્પનીય જ ગ્રહણ કરવા. -૦ પાંચ પ્રકારે સમિતિનું પાલન કરવું (૧) ઇર્યાસમિતિ,
(૨) ભાષા સમિતિ, (૩) એષણા સમિતિ,
(૪) આદાન-નિક્ષેપ સમિતિ, (૫) પારિષ્ઠાપનિકા સમિતિ - એ પાંચનું પાલન કરવું. -૦ બાર પ્રકારે ભાવનાઓ ભાવવી(૧) અનિત્ય ભાવના,
(૨) અશરણ ભાવના, (૩) એકત્વ ભાવના,
(૪) અન્યત્વ ભાવના, (૫) સંસાર ભાવના,
(૬) અશુચિત્વ ભાવના, (૭) આશ્રવ ભાવના,
(૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના,
(૧૦) લોકસ્વરૂપ ભાવના, (૧૧) બોધિ દુર્લભ ભાવના, (૧૨) ધર્મ સ્વાખ્યાત ભાવના -૦ બાર પ્રકારે ભિક્ષુપ્રતિમાને ધારણ કરવી(૧) પહેલી એક માલિકી
(૨) બીજી બે માસિકી (૩) ત્રીજી ત્રણ માસિકી
(૪) ચોથી ચાર માસિકી (૫) પાંચમી પાંચ માસિકી
(૬) છઠી છ માસિકી (૭) સાતમી સાત માસિકી
(૮) પ્રથમ સાત અહોરાત્રની (૯) બીજી સાત અહોરાત્રની (૧૦) ત્રીજી સાત અહોરાત્રની (૧૧) એક દિવસની
(૧૨) એક રાત્રિની. -૦ પાંચ પ્રકારે ઇન્દ્રિય નિરોધ(૧) સ્પર્શન, (૨) રસન, (૩) ઘાણ, (૪) ચક્ષુ, (૫) શ્રોત્ર. એ પાંચ ઇન્દ્રિયોનો વિરોધ કરવો - અશુભમાં ન પ્રવર્તાવવી. -૦ પચીશ પ્રકારે પડિલેહણા કરવી – (૧) દૃષ્ટિ પડિલેહણા,
(૨) છ પ્રસ્ફોટક-પખોડાં (૩) નવ આસ્ફોટક-અખોડા (૪) નવ પ્રસ્ફોટક-પખોડાં
એ સર્વે મળીને મુહપત્તિની પચ્ચીશ પડિલેહણાં છે, જેનો વિધિ ગુરુગમથી જાણી અને અભ્યાસથી સિદ્ધ કરવો.
-૦ ત્રણ પ્રકારે ગુતિનું પાલન કરવું. (૧) મનોગુતિ, (૨) વચનગુતિ, (૩) કાયવુતિ. આ રીતે મન, વચન, કાયાના અશુભ યોગનું ગોપન કરવું. -૦ ચાર પ્રકારે અભિગ્રહો ધારણ કરવા. (૧) દ્રવ્ય-અભિગ્રહ,
(૨) ક્ષેત્રઅભિગ્રહ, (૩) કાળ-અભિગ્રહ,
(૪) ભાવ અભિગ્રહ આ પ્રમાણે સાધુને બાર પ્રકારના તપ, ૭૦ પ્રકારના સંયમ અને ૭૦ પ્રકારની ક્રિયાથી યુક્ત જાણવા તે “તવ ચરણ, કરણ, જુત્તેસુ".