________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૨
૨૧૫
(૨) બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય - એ ત્રણનો સંયમ. (૩) પંચેન્દ્રિય સંયમ,
(૪) અજીવ સંયમ (૫) પ્રેક્ષાસંયમ - દૃષ્ટિ વડે સ્થાનાદિની પ્રમાર્જના કરવી. (૬)
ઉપેક્ષા સંયમ - અસંયમીઓની ચિંતા ન કરવી. (૭) પ્રમાર્જના સંયમ - ગૃહસ્થના દેખતા પગ ન પ્રમાર્જવા (૮) પારિષ્ઠાપનાસંયમ - વિધિપૂર્વક સર્વ વસ્તુ પરઠવવી.
(૯) યોગસંયમ, મન, વચન, કાયાના યોગોમાં સંયમ આ પ્રમાણે પ્રાણીની દયા રૂપ ૧૭ પ્રકારે સંયમ જાણવો.
-૦ દશ પ્રકારે વૈયાવચ્ચ કરી છે. તે આ પ્રમાણે– (૧) આચાર્યની, (૨) ઉપાધ્યાયની, (૩) સ્થવિરની, (૪) તપસ્વીની, (૫) ગ્લાનની
(૬) શૈક્ષની (૭) સાધર્મિકની (૮) કુળની
(૯) ગણની (૧૦) સંઘની
- સેવા, ભક્તિ આદિ કરવા તે. -૦ નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ છે. તે આ પ્રમાણે (૧) સ્ત્રી, પશુ, નપુંસક રહેતા હોય તેવા સ્થાનમાં ન રહેવું. (૨) સ્ત્રી કથા ન કરવી (૩) સ્ત્રીના આસને ન બેસવું. (૪) સ્ત્રીના અંગ-ઉપાંગ સરાગ દૃષ્ટિએ નીરખવા નહીં. (૫) સ્ત્રી-પુરુષનું જોડલું હોય ત્યાં ભીંતને અંતરે ન રહેવું. (૬) સ્નિગ્ધ આહાર ન લેવો (૭) અતિ આહાર ન લેવો. (૮) પૂર્વ કામક્રીડા ન સંભારવી (૯) શૃંગાર ન કરવો -૦ જ્ઞાનાદિ ત્રિક-આરાધના (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્રની આસેવના -૦ બાર પ્રકારના તપનું સેવન કરવું - તેની વ્યાખ્યા પહેલાં જ કહેવાઈ ગઈ છે. -૦ ચાર પ્રકારના કષાયનો નિગ્રહ કરવો. (૧) ક્રોધ, નિગ્રહ કરવો, (૨) માન નિગ્રહ કરવો, (૩) માયાનિગ્રહ કરવો, (૪) લોભનિગ્રહ કરવો. આ રીતે ચરણ સિત્તરી ધર્મથી યુક્ત એવા સાધુ. ૦ વરણ કરણસિત્તરીનો નામ નિર્દેશ :
કરણ સિત્તરી વિષયક પૂર્વાચાર્ય રચિત ગાથા આ પ્રમાણે છે૪-પિંડવિશુદ્ધિ, ૫-સમિતિ, ૧૨-ભાવના, ૧૨-પ્રતિમા, ૫-ઇન્દ્રિય નિરોધ, ૨૫પડિલેહણાં, ૩-ગુપ્તિ, ૪-અભિગ્રહ એ સર્વે મળીને ૭૦ ભેદે ક્રિયાનો નિર્દેશ કરાયો છે તે આ પ્રમાણે
-૦ ચાર પ્રકારે પિંડવિશુદ્ધિ જાળવવી– (૧) આહાર, (૨) શય્યા, (૩) વસ્ત્ર અને (૪) પાત્ર