________________
૨૧૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૪) રસત્યાગ - ગૌચરીમાં જેવું મળે તેવું વાપરે છે. (૫) કાયક્લેશ - ખુલ્લા પગે વિચરણ, લોચ આદિ કર્તવ્યો પાળે છે. (૬) સંલીનતા - નિત્ય ક્રિયા, પ્રતિક્રમણાદિથી આ તપ સાધે છે. (૭) પ્રાયશ્ચિત્ત - દોષોની આલોચના, નિંદા, ગતિ કરે છે. (૮) વિનય - વડીલોને વંદનાદિ વિધિ થકી સાચવે છે. (૯) વૈયાવચ્ચ - ગ્લાન, વૃદ્ધ આદિ સાધુની ભક્તિ કરે છે. (૧૦) સ્વાધ્યાય - નવો અભ્યાસ, પુનરાવર્તનાદિ દ્વારા ચાલુ હોય છે. (૧૧) ધ્યાન - ધર્મધ્યાન આદિમાં જીવન પસાર કરે છે. (૧૨) ઉત્સર્ગ - કાયા વગેરેના મમત્ત્વને ત્યાગીને જીવે છે.
– આ તો સંક્ષેપમાં સાધુ દ્વારા થતા તપાચારણનો માત્ર સામાન્ય નિર્દેશ કર્યો છે. બારે ભેદો વિશે વિસ્તારથી જાણવા માટે સૂત્ર-૨૮ “નાણંમિદંસણૂમિ" જોવું.
૦ વરણ-“ચરણસિત્તરી'નો નામ નિર્દેશ –
સાધુઓની ચરણસિત્તરીમાં ૭૦ બાબતોનો સમાવેશ થાય છે. તેની પૂર્વાચાર્ય રચિત ગાથામાં આ પ્રમાણે નિર્દેશ છે–
પ-મહાવત, ૧૦-શ્રમણધર્મ, ૧૭-સંયમ, ૧૦-વૈયાવચ્ચ, ૯-બ્રહ્મચર્ય ગુખી, ૩-જ્ઞાનાદિ ત્રિક, ૧૨-તપ, ૪-ક્રોધાદિ કષાયનો નિગ્રહ, એમ ૭૦ પ્રકારે ચરણના ભેદો કહ્યા છે.
–૦ પાંચ મહાવ્રતો આ પ્રમાણે છે– (૧) પ્રાણાતિપાત વિરમણ વ્રત, (૨) મૃષાવાદ વિરમણ વ્રત, (૩) અદત્તાદન વિરમણ વ્રત, (૪) મૈથુનવિરમણ વ્રત, (૫) પરિગ્રહ વિરમણ વ્રત. -૦ દશ પ્રકારે શ્રમણધર્મ આ પ્રમાણે છે(૧) ક્ષમા, (૨)માર્દવ-મૃદુતા, (૩) આર્જવ-સરળતા, (૪) નિર્લોભતા, (૫) તપ (૬) સંયમ, (૭) સત્ય, (૮) શૌચ, (૯) અકિંચનતા, (૧૦) બ્રહ્મચર્ય. -૦ સત્તર પ્રકારે સંયમ આ પ્રમાણે છે–
(૧) હિંસા, મૃષા, તેય (ચોરી), મૈથુન (અબ્રહ્મ), પરિગ્રહ એ પાંચ પ્રકારના આશ્રવોથી વિરમવું - તે પાંચ ભેદ.
(૨) સ્પર્શના, રસના, ઘાણ, ચલુ અને શ્રોત્ર એ પાંચ પ્રકારની ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો - તે પાંચ ભેદ,
(૩) ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયોનો જય કરવો. (૪) મન, વચન, કાયા એ ત્રણ દંડોથી વિરતી. -૦ સત્તર પ્રકારે સંયમની ગણના બીજી રીતે :(૧) પૃથ્વી, અપુ, તેઉ, વાયુ, વનસ્પતિ - એ પાંચનો સંયમ.