________________
વિંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૨
૨૧૩
જુૉસુ' અર્થાત્ તપ-ચરણ અને કરણથી યુક્ત એવા સાધુ (ને વિશે-)
• સંવિમા - સંવિભાગ, વહોરાવવું તે, દાનનો ભાગ. - આ શબ્દનો અર્થ અતિથિ સંવિભાગમાં જોવો.
ન વો - ન કર્યો હોય. - સાધુઓને દાન ન આપ્યું કે વહોરાવ્યું ન હોય. ૦ સાધુ કેવા ? હવેના શબ્દોમાં સાધુના ત્રણ લક્ષણો કહ્યા છે.
• તવ-ઘર-વારા ગુj - તપ, ચરણ, કરણથી યુક્ત સુપાત્ર એવા સાધુઓ કેવા પ્રકારના હોય ? તે જણાવ્યું
(૧) જે સાધુઓ અનશનાદિ બાર પ્રકારના તપથી યુક્ત હોય. (૨) જે સાધુ ચરણ સિત્તરીના પાલનકર્તા હોય. (૩) જે સાધુ કરણ સિત્તરીના પાલનકર્તા હોય.
(અહીં પ્રથમ લક્ષણ “તપ” કહ્યું છે. પછીના ચરણસિત્તરી લક્ષણમાં 'તપ'નો સમાવેશ થાય છે, છતાં તેનો અલગ નિર્દેશ એટલા માટે કર્યો છે કે, “તપ એ નિકાચિત કર્મોને દૂર કરવાનું પ્રબળ સાધન છે.)
૦ તપની વ્યાખ્યા :
( નારંમિ દંસણૂમિ સૂત્ર-૨૮માં વિસ્તારથી તપ અને તેના બાર ભેદોની વ્યાખ્યા કરેલી જ છે, તે જોવી.)
- “સાધુ' શબ્દનો એક પર્યાય છે - “શ્રમણ" છે. શ્રમણ શબ્દનો આગમોમાં તપસ્વી એવો અર્થ કર્યો જ છે. તેથી સાધુ તપસ્વી જ હોય. ઓછામાં ઓછું “સાધુ રાત્રિભોજન ત્યાગ અને નવકારસી પ્રત્યાખ્યાન કરે છે, તેટલે અંશે તો તપસ્વી છે જ. વળી કેવળ દેહને શરણ કરવા માટે અરિહંત પરમાત્મા દ્વારા પ્રરૂપિત નિરવદ્ય એવી ગૌચરી (આહાર-પાણી)થી અર્થાત્ નિર્દોષ વૃત્તિથી પોતે આજીવિકા ચલાવે છે, માટે પણ તેમને તપસ્વી કહ્યા છે. વળી અનશન આદિ બારે પ્રકારના તપમાં રત હોય છે. એ બાર પ્રકારે તપનું આચરણ કરતા હોવાથી તેઓ ‘સુપાત્ર' કહેવાય છે.
આ બાર પ્રકારના તપના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. તે પ્રત્યેકના છ-છ ભેદો છે. તે આ પ્રમાણે
(૧) બાહ્યતપમાં - (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા - એ છ ભેદ છે.
(૨) અત્યંતર તપમાં – (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ - એ છ ભેદ છે.
આ બારે ભેદોનું વિસ્તૃત વર્ણન સૂત્ર-૨૮માં જોવું. (૧) અનશન - નવકારશી આદિ પચ્ચક્ખાણથી થાય છે. (૨) ઉણોદરી - વિહાર આદિમાં અપૂરતી ગૌચરીથી ચલાવે છે. (૩) વૃત્તિસંક્ષેપ - આહાર, વસ્ત્ર, પાત્ર જેટલા મળે તેનાથી સંતુષ્ટ રહે છે.