________________
૨૧૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
વગેરે કુપાત્ર છે.
૦ નિંદાપૂર્વકની ભક્તિથી થતું નુકસાન :
નિંદાપૂર્વકની જે ભક્તિ છે, તે ભક્તિ પણ દીર્ધકાલીન એવા અશુભ આયુષ્યનો હેતુ હોવાથી વાસ્તવિકમાં નિંદા જ છે.
તથા પ્રકારના શ્રમણને અથવા માખણને અથવા૦ સંયત - જીવવધાદિનો ત્યાગ કરવામાં સતત યત્નવાળા. ૦ વિરત - તે પછીથી જીવવધાદિથી નિવૃત્ત થયેલા.
૦ પ્રતિહત - ભૂતકાલીન પાપોને નિંદારૂપ પ્રતિક્રમણથી હણી નાખવાવાળા એવા.
૦ પચ્ચક્ખાણવાળા - ભવિષ્યકાળ સંબંધી પાપો ન કરવા.
સંયત, વિરત, પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મવાળા સાધુને હીલના કરીને, નિંદા કરીને, હિંસા કરીને, ગર્તા કરીને, અપમાન કરીને, અસુંદર અને અપ્રીતિકર એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારથી પ્રતિભાભીને અશુભ એવું દીર્ધ આયુષ્યપણાવાળું કર્મ ઉપાર્જ છે, બાંધે છે.
• તં નિર્વેિ નં ૪ રિદ્વામિ - તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું અને તેની ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (સાધુની રાગ કે દ્વેષથી જે ભક્તિ કરી, તેની નિંદા અને ગર્તા કરું છું.)
૦ આ ગાથા-૩૧નો બીજો અર્થ થેપ વૃત્તિ મુજબ –
સુખી અથવા દુઃખી એવા “અસંમત” એટલે કે પાર્થસ્થ, અવસત્ર, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ પ્રકારના શિથીલાચારી સાધુઓને મેં જે રાગથી કે દ્વેષથી ભક્તિ કરી હોય તેની હું નિંદા અને ગર્તા કરું છું.
– અથવા “અસંયત”નો અર્થ એમ સમજવો કે, છ જવનિકાયના વધવાળા બાવા, સાંઈ, સંન્યાસી, ફકીર આદિ કુલીંગીઓને વિશે રાગથી અર્થાત્ એક ગામ, દેશ કે ગોત્ર આદિના પ્રેમથી અથવા તેષથી અર્થાત્ તેઓમાં શ્રી જિનવચનની પ્રત્યનિકતા - વિપરીતતા આદિ જોવાથી તેઓ પ્રત્યે થયેલ કેષથી મેં જે કાંઈ દાન કર્યું હોય તેની હું નિંદા કરું છું, ગર્તા કરું છું.
હવે ગાથા-૩૨માં અતિથિ સંવિભાગને આશ્રીને કરવા યોગ્ય કૃત્ય ન થવા પામ્યું હોય, તેની નિંદા અને ગહ જણાવાય છે.
પકિલાભવા યોગ્ય આહારાદિ હોવા છતાં પણ તપ, ચારિત્ર અને ક્રિયાવંત મુનિરાજોમાં તેનો સંવિભાગ ન કર્યો હોય તે મારા દુષ્કૃતની હું નિંદા કરું છું - ગહો કરું છું.
૦ તહતું - સુવિહિત સાધુઓને વિશે.
– “સાધુ' શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્ર', સૂત્ર-૧૫ “જાવંત કે વિ."માં આવેલી જ છે. તે જોવી. વિશેષ એ કે વંદિત્ત સૂત્રની આ ગાથામાં જ આગળ - “સાધુ” શબ્દની ઓળખ આપતા કહ્યું છે કે, “તવ, ચરણ, કરણ,