________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૧
ર૧૧
આદિનો સમાવેશ થાય છે.
૦ yવેપા - અનુકંપા, દયા, ભક્તિ ઇત્યાદિ.
– અનુકંપવું - હૃદયનું દયાર્દ થવું તે અનુકંપા કહેવાય. તેને દયા, કૃપા, ભક્તિ આદિ પણ કહે છે.
– અર્થદીપિકા વૃત્તિમાં રત્નશેખરસૂરિજી જણાવે છે કે, “અનુકંપા' શબ્દને ભક્તિભાવનો સૂચક કહ્યો છે. “આચાર્યની ભક્તિ કરવાથી મહાભાગ્યશાળી એવા આખા ગચ્છની ભક્તિ-અનુકંપા કરી જાણવી, ગચ્છની અનુકંપા-ભક્તિ કરવાથી તીર્થ અર્થાત્ જિનશાસનરૂપ તીર્થનો વિચ્છેદ અટકાવ્યો કે તીર્થને ટકાવી રાખ્યું છે તેમ જાણવું.
૦ સુખી, દુઃખી અને અસ્વંયત એ ત્રણે વિશેષણવાળા એવા મુનિરાજોને વિશે મેં અન્ન, પાન, વસ્ત્રાદિકનું દાન કરવારૂપ જે ભક્તિ કરી, તે ભક્તિ (કઈ રીતે કરી તે સૂત્રમાં જણાવે છે–)
• શનિ ૩ તોલેજ રાગથી કે દ્વેષથી કરી હોય)
૦ “રાગથી” – આ સાધુઓ સાધુગુણથી સુશોભિત છે એવી બુદ્ધિથી નહીં પણ આ મારા સ્વજન છે, મિત્ર છે વગેરે સમજી ભક્તિ કરવી.
૦ કેષથી” - અહીં દ્વેષનો અર્થ સાધુ નિંદા કે તિરસ્કાર સમજવો. એટલે કે આ સાધુઓ ધનધાન્યાદિ રહિત છે, જ્ઞાતિજનોથી ત્યજાયેલ છે, ભૂખથી પીડાય છે, આહારાદિ ઉપાર્જવામાં પ્રાપ્તિહીન છે. તેથી દયા ખાવા યોગ્ય છે ઇત્યાદિ તેષમૂલક નિંદાથી ભક્તિ કરવી.
- ચિત એટલે ભાવની નિર્મળતા. - અને પાત્ર એટલે લેનારની યોગ્યતા.
– જે ભાવમાં રાગનો કે દ્વેષનો અંશ ન હોય તે નિર્મળ ગણાય છે જેમકે કોઈ મુનિને જોઈ એવું ચિંતવવું કે આ તો મારા પૂર્વના સ્નેહી છે અથવા મારા સંસારી પક્ષના સગા છે અથવા તે મારા પર વિશેષ સદ્ભાવ રાખે છે, માટે તેમને દાન આપું, તો એવું દાન રાગથી યુક્ત હોવાથી ભાવની નિર્મળતાવાળું ગણી ન શકાય.
તે જ રીતે એમ વિચારવું કે, આ મુનિ બહુ ભલા છે, તેમને રહેવા માટેનું સ્થાન નથી, જો આપણે તેમને દાન નહીં આપીએ તો બીજું કોણ આપશે ? આવું દાન નિંદાથી યુક્ત હોવાથી ભાવની નિર્મળતાવાળું ગણી શકાય નહીં
– શ્રાવકે એમ ચિંતવવું જોઈએ કે, સુવિડિત મુનિને દાન આપવું તે મારો શ્રાવકનો ધર્મ છે. તેનાથી મને અતિથિ સંવિભાગ વતનો લાભ મળે છે. પરિણામે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ પડે છે. સાધુ ભગવંતો તો નિરપેક્ષ છે, પણ મારે તેમની યથાર્થ ભક્તિ કરવી જોઈએ ઇત્યાદિ. એવું દાન ઉત્તમ ભાવનાવાળું ગણાય.
– “પાત્ર"ની દૃષ્ટિએ વિચાર કરીએ તો સાધુ સુપાત્ર જ છે. પછી તે સુડિત', 'દુડિત' કે અસ્વયતમાંથી કોઈ પણ હોય. જ્યારે પાસત્થા-અન્યલિંગી