________________
૨૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ૦ “સહિ” અધ્યાહાર પદનો સંબંધ :
આ ગાથા-૩૧માં ત્રણ પદો છે. સુપ્ત, હિતુ અને સંગસુ એ ત્રણે વિશેષણો છે, આ વિશેષણોનું વિશેષ્ય પદ છે સહયુ. જો કે ગાથામાં આ પદ અધ્યાહાર છે - જ્યાંય જણાવેલું નથી. પણ વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, અતિથિ સંવિભાગ વતનો અધિકાર આ ગાળામાં ચાલુ હોવાથી તે વિશેષ્ય અનુવૃત્તિરૂપે અહીં ગ્રહણ કરવાનું છે.
૦ મૂળ ગાથાના શબ્દોનું વિવેચન :• સુષ્ટિનું - સુડિતોને વિશે, સુખીઓને વિશે. – “સુ' એટલે સુઠું અર્થાત્ સુંદર. – ‘હિય' એટલે હિત અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. – સુંદર છે હિત જેનું તે સહિત કહેવાય છે - અથવા -
– જે સાધુઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રત છે તે સાધુઓને સુડિત કહેવામાં આવે છે.
૦ “મુહિક' શબ્દનો “સુખિત’ એવો સંસ્કાર પણ થાય છે.
- સુખિત એટલે સુખી. સુખ શબ્દથી અહીં વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિનું બરાબર હોવું તે.
• યુટિલું - દુઃખિતોને વિશે, દુઃખીયાઓ અંગે. - દુઃખ પામેલ તે દુઃખિત.
- દુઃખ શબ્દથી રોગ, તપશ્ચર્યા અને ઉપધિનું ઓછાપણું ઇત્યાદિ કારણો અહીં સમજવાનું વૃત્તિકારે કહ્યું છે.
(૧) જેઓને કોઈપણ રોગ થયેલો હોય. (૨) જેઓ તપશ્ચર્યાથી ગ્લાન કે અસ્વસ્થ બન્યા હોય. (૩) જેમની પાસે વસ્ત્ર, પાત્ર આદિ ઉપધિ અપૂરતી હોય – ઇત્યાદિ કારણે તેઓ દુઃખિત કહેવાય છે.
- જે મારા વડે • સંગg - અસ્વંયતોને વિશે. ( અહીં ‘‘સંનાણું' એવો પણ એક પાઠ છે.).
– જેઓ સ્વચ્છંદપણે પ્રવૃત્તિ કરતા નથી, ગુરુ આજ્ઞા મુજબ વિચરે છે, (તેવા સાધુઓને વિશે)
– અહીં “અસ્વંયત” અથવા “અસ્વયત' શબ્દાર્થ પણ છે, તેનો અર્થ છે - “સ્વ' એટલે જાતે અને “યત' એટલે ઉદ્યમ કરનારા અથવા વિહરનારા. “અસ્વયત’ એટલે જેઓ “સ્વયત' નથી તે અર્થાત્ જેઓ સ્વચ્છંદપણે વિચરનારા નથી પણ ગુરુ આજ્ઞામાં રહીને વિચરનારા છે તેવા.
- સંg નો સંસ્કૃત પર્યાય “સંપુ” પણ થાય છે. “અસંયત'નો અર્થ સંયમથી ભ્રષ્ટ કે સંયમથી રહિત પણ થાય. જેમ પાસત્થા. અન્યલિંગી