________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૦, ૩૧
૨૦૯ રીતે થઈ ગયા. તે વખતે શાસન દેવે પ્રગટ થઈને કહ્યું કે, તે રસ્તામાં જે અતિથિસંવિભાગ રૂપે સુપાત્રદાન દીધું હતું, તેના પ્રભાવે મેં કાંકરાના બદલે રત્નો કરી દીધાં. ધર્મનો સાક્ષાત્ પ્રભાવ જોઈને વિશેષ ધર્મ પાલન કરી ધર્મશઠ અંતે ચારિત્ર પાળીને મોક્ષે ગયો.
૦ અતિચારોની સંખ્યા વિશે કથન :
અહીં સમ્યક્ત્વ આદિ બાર વ્રતોના જે પાંચ-પાંચ અતિચારો કહ્યા. (એક અનર્થદંડ વિરમણ વ્રતના ૨૦ અતિચારો સિવાય). પણ તે સિવાય પણ ઉપલક્ષણથી ઘણાં અતિચારો જાણવા. પાંચ-પાંચ જ અતિચારો છે એમ નિશ્ચય કરીને ન વર્તવું. (વંદિત્ત સૂત્રની અર્થદીપિકા વૃત્તિમાં શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ સાક્ષી પાઠ આપી કહે છે કે–) સૂત્રમાં જે પાંચ-પાંચ અતિચારો દર્શાવ્યા છે, તે નિશ્ચયાર્થે નથી, પણ ઉપલક્ષણરૂપે છે. તેથી સ્મૃતિ અન્તર્ધાન એટલે કે વિસ્મરણ આદિ સંબંધી અતિચારો જે અહીં કહેવાયા નથી તે સર્વે અતિચારોને યથા સંભવપણે સર્વ વ્રતોમાં જાણવા.
અતિથિ સંવિભાગમાં ઉપર પાંચ અતિચાર જણાવ્યા, તે સિવાય પણ બીજા દોષોનું કથન હવે પછીની બે ગાથામાં સૂત્રકાર મહર્ષિએ સ્વયં જણાવેલ છે. હવે ગાથા ૩૧ અને ૩૨માં અતિથિ સંવિભાગ દ્રત સંબંધી બીજા દોષોનું કથન કરીએ છીએ–
(આ ગાથાની વિવેચન પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. પહેલા ગાથાનો સામાન્ય અર્થ આપી, પછી તેના બે પ્રકારે વિશિષ્ટ અર્થો આપ્યા છે, ત્યારબાદ ગાથાનું શબ્દશઃ વિવેચન કરેલ છે.)
૦ ગાથાનો શબ્દાનુસાર સામાન્ય અર્થ :
સુડિત, દુઃખિત અને અત્યંત સાધુઓની ભક્તિ રાગ કે દ્વેષપૂર્વક કરી હોય તેની નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ તેની આલોચના કરું છું.
૦ ગાથાનો શબ્દાનુસાર વિશિષ્ટ અર્થ પહેલો :
સુંદર હિતવાળા, વ્યાધિ અથવા તપ-ત્યાગથી પીડિત કે કૃશ દેહવાળા તેમજ અસ્વંયત અર્થાત્ સ્વેચ્છાચારીપણું ત્યજી ગુરુ આજ્ઞામાં વિચારતા સાધુ મહાત્માઓ પ્રત્યે મેં જે સ્વજન કુટુંબ તરીકેના રાગથી કે સાધુ નિંદારૂપ દ્વેષથી ભક્તિ કરી હોય તેની હું આત્મ સાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગર્તા કરું છું.
૦ ગાથાનો શબ્દાનુસાર વિશિષ્ટ અર્થ બીજો :
સુખી, દુઃખી તેમજ પાર્થસ્થાદિ પાંચ પ્રકારના અસંયમીઓ પ્રત્યે સ્વજનકુટુંબાદિ તરીકેના રાગથી કે તેઓ વડે લેવાતા અશુદ્ધ અશન-પાનાદિગત દોષો (કે તેવો આહાર અન્યત્ર વહોરીને પછી પોતાના ઘેર પણ આહાર માટે આવેલ હોય તે પ્રસંગે) જોવાને લીધે દ્વેષથી ભક્તિ કરી હોય અર્થાત્ દિલમાં દ્વેષ છતાં વ્યવહારથી સુવિડિત મુનિની જેમ ભક્તિ સાચવી હોય તેની હું નિંદા કરું છું, તેની હું ગ કરું છું. |3|14)