________________
૨૦૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
થાય છે. તેનાથી ઘણો પહેલાનો કે ઘણો પછીનો સમય પસંદ કરવો, તે કાલાતિક્રમ છે. તેમાં જે દાન કે ભિક્ષા અપાય, તે કાલાતિક્રમદાન કહેવાય છે.
– ભિક્ષાના કાળ સિવાય “મુનિ કંઈ દાન નહીં લે” એવી બુદ્ધિથી ગૌચરી માટે નિમંત્રણા કરવી તે કાલાતિક્રમ છે. તેમાં મુનિને કંઈક લેવાની ફરજ પાડવા રૂપે દાન કરે તે કાલાતિક્રમ દાન ગણાય.
– કાલાતિક્રમ દાન એ અતિથિ સંવિભાગ વ્રતનો પાંચમો અતિચાર છે, જેને ધર્મસંગ્રહમાં ચોથા ક્રમે મૂક્યો છે, જ્યારે ઉપાસકદશાંગ સૂત્રમાં ત્રીજા ક્રમે દર્શાવેલ છે.
• ઘડત્યે સિવરવાવનિઃ - ચોથા શિક્ષાવ્રતમાં હું નિંદુ છું. ૦ વડW - ચતુર્થ, ચોથા. આ પદ શિક્ષાવ્રતનો ક્રમ દર્શાવે છે. ૦ શિવવવ4 - શિક્ષાવત જેની વ્યાખ્યા ગાથા-૮માં જોવી. ૦ નિર્વે - નિંદુ છું. નિંદારૂપ પ્રતિક્રમણ કરું છું. – ચોથા શિક્ષાવ્રતના પાંચ અતિચારોની નિંદા કરું છું.
( બારમાં વ્રત ઉપર ગુણાકર અને ગુણધર એ બે મિત્રોની કથા વિસ્તારથી “વંદિત્તસૂત્ર”ની ટીકામાં જોવી)
૦ અતિથિસંવિભાગ વ્રતમાં ધનશ્રેષ્ઠીનું દૃષ્ટાંત :
એક ગામમાં ધન નામક વ્યાપારી હતો. તેને ભદ્રિક પરિણામી પત્ની હતી. કોઈ વખત શેઠે ગુરુ મહારાજ પાસે નિયમ લીધો કે મારે ત્રિકાલ દેવપૂજા, એકાંતર ઉપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો. કર્મના ઉદયે ધનશેઠ નિર્ધન થઈ ગયો. પત્નીએ કહ્યું કે, મારા પિયરથી દ્રવ્ય લાવી વ્યાપાર કરો. સ્ત્રીના આગ્રહથી તે સાસરે જવા નીકળ્યો. પત્નીએ આપેલ સુખડી સાથે લીધી. પહેલા દિવસે ઉપવાસ હતો. બીજા દિવસે સુખડી વાપરતા પહેલા તેણે વિચાર્યું કે કોઈ મુનિરાજ આવી ચડે તો વહોરાવીને પછી ખાવા બેસું.
આ પ્રમાણે ઇચ્છા કરતાં જ પુણ્યોદયે એક માસક્ષમણના તપસ્વી સાધુ ભિક્ષા લેવા આવી ચડ્યા. શેઠે સુખડી વહોરાવી દીધી. ત્રીજે દિવસે ઉપવાસ કર્યો. ચોથે દિવસે ધનશેઠ સાસરે પહોંચ્યા. સસરા પાસે ધનની માંગણી કરી. પણ તે દ્રવ્ય પાછું નહીં આપી શકે એમ માની સસરાએ ધન આપ્યું નહીં. ધનશેઠ નિરાશ થઈને પાછો પોતાના વતન તરફ જવા ઉપડ્યો. રસ્તામાં નદીકિનારે બેસીને વિચાર્યું કે પત્ની મને ખાલી હાથે આવેલો જોઈને નિરાશ થશે. તેથી તેણે કાંઠાના કાંકરા લઈને પોટલું બાંધ્યું. ઘેર જઈ પત્નીને આપ્યું. સ્ત્રી, ધનનું ભરેલું પોટલું જાણી આનંદિત થઈ.
શેઠે માસક્ષમણના ઉપવાસી મુનિરાજને જે દાન આપેલું તે દાનના પ્રભાવથી શાસનદેવે બધાં કાંકરાને દિવ્યરત્નો બનાવી દીધા. તેમાંથી એક રત્ન કાઢી સ્ત્રીએ અનાજ વગેરે વસ્તુ ખરીદી, સુંદર રસોઈ બનાવી, શેઠ વિસ્મય પામ્યો. ભોજન કર્યું. રાત્રે સૂતાં સૂતાં ધનશેઠ વિચાર કરવા લાગ્યા કે આ કાંકરાના બદલે રત્ન કઈ