________________
૨૦૭
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૩૦
છતાં પોતાની કહેવી તે વ્યપદેશ છે. જેને પરવ્યપદેશ કે અન્યાપદેશ નામનો અતિચાર કહે છે.
– મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ પોતાની હોય છતાં પારકી કહેવી, જેથી પારકી જાણીને મુનિ ગ્રહણ ન કરે અથવા પારકી હોવા છતાં તે વસ્તુને પોતાની કહેવી કે જેથી મુનિ તે વસ્તુ ગ્રહણ કરે. આ બંને વાત શ્રાવકને માટે અતિચાર રૂપ છે.
તત્ત્વાર્થમાષ્ટ માં જણાવે છે કે, પૌષધોપવાસના પારણા કાળે ભિક્ષાને માટે સમુપસ્થિત થયેલ સાધુને પ્રગટ સ્વરૂપે અન્ન આદિ હોવા છતાં શ્રાવક એમ કહે કે આ તો પારકા છે, મારા નથી તેથી હું તે આપી શકીશ નહીં તેને પરવ્યદેશ
અતિચાર કહે છે.
—
આ પ્રમાણેનું કપટ કે બહાનું શ્રાવક કેવી રીતે કરે તેના દૃષ્ટાંતો આપતા ગ્રંથકારો કહે છે - જેમકે
—
(૧) સાધુ સાંભળે તે રીતે ઘરના માણસોને કહે કે, આ તો આપણું નથી પારકું છે માટે સાધુને આપશો નહીં. એ રીતે સાધુને વિશ્વાસ પમાડવા ખોટું બોલે. (૨) સાધુ સાંભળે તેમ એવું બોલે કે, આ દાનથી મારી માતા વગેરેને પુણ્ય હોજો ! આવું બોલવાથી સાધુ અકલ્પ્ય માનીને તે વસ્તુ ગ્રહણ ન કરે.
(૩) દાન માટે કોઈ વિદ્યમાન વસ્તુ મુનિએ માંગવા છતાં ‘અમૂક'ની છે, માટે ત્યાં જઈને માંગો. એ પ્રમાણે કહેવું - ઇત્યાદિ બહાના કાઢે.
♦ મરે - માર્ચથી, અદેખાઈ કરવામાં.
આ અતિચાર અતિથિસંવિભાગ વ્રતનો ચોથો અતિચાર છે, તેનો ક્રમ યોગશાસ્ત્રમાં ત્રીજો છે. ઉપાસકદસાંગ સૂત્રમાં પાંચમો છે.
-
- મુનિરાજને દાન કરવા છતાં આદર ન રાખવો અથવા બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું તે માત્સર્ય.
મુનિરાજ કોઈ વસ્તુની યાચના કરે ત્યારે કોપ કરવો કે વસ્તુ હોવા છતાં ન આપવી તે માત્સર્ય છે અથવા પોતાનાથી ઉતરતા કોઈ માણસને દાન આપતો જોઈને એમ વિચારે કે શું હું તેનાથી ઉતરતો છું ? માટે બરાબર દાન આપું - તે માત્સર્ય.
-
- કષાયયુક્ત ચિત્ત સહિત આપવું તે માત્સર્ય.
અનેકાર્થ સંગ્રહ કોષમાં જણાવ્યા મુજબ બીજાની સંપત્તિ કે ઉન્નત્તિ સહન નહીં થવાથી તેના પર ક્રોધ કરવો - તે મત્સર.
૦ ચૈવ - તે જ રીતે.
कालाइक्कम - दाणे કાલાતિક્રમ દાનથી, કાળ વીતી ગયા પછી દાન
-
-
-
-
આપવાને વિશે.
કાળનો અતિક્રમ કે ઉલ્લંઘન તે કાલાતિક્રમ કહેવાય છે. અહીં “કાળ’’ શબ્દથી “સાધુનો ભોજનકાળ અથવા ગૌચરી લેવા જવાનો સમય'' એવો અર્થ