________________
૨૦૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
• વિત્ત નિવવવ - સચિત્ત વસ્તુ નાંખવામાં. ૦ વિત્ત - શબ્દની વ્યાખ્યા-૧૦માં વ્રતમાં જોવી.
૦ નિશ્વિવUT - નિક્ષેપણ, નાંખવું તે. મૂકવા કે નાંખવાની ક્રિયાને નિક્ષેપણ કહેવાય છે.
– મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુમાં સચિત્ત વસ્તુ નાંખવી.
- સાધુને દેવા યોગ્ય વસ્તુ પોતાની પાસે હોવા છતાં તે નહીં દેવાની બુદ્ધિથી સચિત્ત પદાર્થો જેવા કે, મીઠું વગેરે પૃથ્વીકાય, કાચું પાણી વગેરે અપકાય, જેમાં અગ્નિ હોય તેવી છૂટી ચૂલ્લિ વગેરે અગ્નિકાય કે ધાન્યાદિ સચિત્ત લીલોતરી આદિ વનસ્પતિકાય વગેરેની ઉપર મૂકે તે “સચિત્તમાં સ્થાપન” એવો અતિચાર પણ કહ્યો છે. પરંતુ જ્યારે મુનિરાજને દાન કરવા યોગ્ય વસ્તુને ન આપવાની બુદ્ધિએ કે રસવૃત્તિથી તે વસ્તુમાં સચિત્ત વસ્તુ નાંખી દે ત્યારે તે સચિત્ત નિક્ષેપ કહેવાય છે એ પહેલો અતિચાર.
(અહીં વંદિત્તસૂત્રમાં સચિત્ત નિક્ષેપ” નામે અતિચાર છે, જ્યારે યોગશાસ્ત્ર અને ધર્મસંગ્રહ આદિમાં “સચિત્ત સ્થાપનઅતિચાર છે. તત્ત્વાર્થ સૂત્રમાં “સચિત્તનિક્ષેપ” નામ છે અને ભાષ્ય તથા વૃત્તિમાં વ્યાખ્યા પણ તે રીતે જ છે,
જ્યારે શ્રી રત્નશેખરસૂરિજી કૃ વંદિત્ત સૂત્રની અર્થદીપિકા વૃત્તિ છે તેમાં વ્યાખ્યા સચિત્ત સ્થાપન મુજબ છે. તેથી આ અતિચારને બે રીતે વિચારી શકાય–)
(૧) સચિત્ત વસ્તુનો દાન દેવા યોગ્ય વસ્તુમાં નિક્ષેપ કરવો. (૨) સચિત્ત વસ્તુ પર દાન દેવા યોગ્ય વસ્તુની સ્થાપના કરવી. • પિતા - પિધાન એટલે ઢાંકવામાં, ઢાંકણ કરવામાં.
– પ + ઘા એટલે ઢાંકવું. તેની ક્રિયા તે વિઘાન કહેવાય છે. પણ તેમાંથી ‘’ નો લોપ થઈ જતાં વિદ્યાન' શબ્દ બન્યો છે.
– આ શબ્દનો સંબંધ ‘વિત્ત' સાથે જોડીને અતિચાર બન્યો છે. જેમ વત્તનિક્ષેપ એક અતિચાર બન્યો, તેમ “વત્તાધાન' એવો આ અતિચાર છે. તેનો અર્થ છે - મુનિરાજને દાન આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી દઈ - તેનું ઢાંકણ કરવું.
- સાધુને દેવા યોગ્ય વસ્તુ, નહીં દેવાની બુદ્ધિથી તે વસ્તુને કંદ, પાંદડ, ફળ, ફૂલ વગેરે સચિત્ત વસ્તુ વડે ઢાંકી દેવી. જેથી સાધુ મહારાજને તે અકથ્ય બની જાય. એ બીજો અતિચાર જાણવો.
• વવ - વ્યપદેશ, બહાનું કાઢવું તે.
– અતિથિ સંવિભાગ વ્રતના આ ત્રીજા અતિચારને યોગશાસ્ત્રમાં અન્યાપદેશ' નામ આપેલ છે. તેનો ક્રમ પાંચમો નોંધેલો છે.
વિ + 10 + ટિશ એટલે બહાનું કાઢવું. તે પરથી વ્યક્વેિશ શબ્દ બન્યો. જેનો અર્થ છે. “બહાનું કે “કપટ".
– કોઈ એક વસ્તુ પોતાની હોવા છતાં બીજાની કહેવી કે બીજાની હોવા