________________
૨૦૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
- જે મહાત્માએ તિથિ અને પર્વના સર્વ ઉત્સવો તજ્યા છે. તેને “અતિથિ' જાણવા અને તે સિવાયનાને ‘અભ્યાગત' જાણવા.
- વિભા શબ્દ હું અને વિમા એ બે પદોથી બનેલો છે. તેમાં હું નો અર્થ સંગતતા કે નિર્દોષતા છે અને વિમા એટલે વિશિષ્ટ ભાગ. પોતાના અર્થે તૈયાર કરેલા ખાન-પાનમાંનો અમુક અંશ. તે સાધુને કલ્પે તેવું પ્રાસુક અને એષણીયનું દાન કરવું તે.
યોગશાસ્ત્ર માં કહ્યું છે કે, અતિથિ એટલે સાધુ. એવા સાધુમહાત્મારૂપ અતિથિને ગુરુ તરીકે માનીને બહુમાન-ભક્તિના અતિશયરૂપ હર્ષથી મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનું દાન આપવું તે અતિથિ સંવિભાગ કહેવાય છે.
સંવિભાગમાં સં એટલે સમ્યક્ - આધાકર્માદિ-૩ર દોષથી રહિત. વિ' એટલે વિશિષ્ટ પ્રકારે. (સાધુને પૂર્વકર્મ-પશ્ચાત્ કર્મ આદિ દોષ ન લાગે તે રીતે) મા એટલે પોતાની વસ્તુનો અમુક અંશ આપવાનું જે વ્રત તે અતિથિસંવિભાગ વ્રત છે.
– તાત્પર્ય એ છે કે - ન્યાયોપાર્જિત ધનથી કે ન્યાયથી મેળવેલી વસ્તુઓ, અચિત્ત, નિર્દોષ અને કમ્ય એટલે સાધુતાને પોષક હોય, તેવી આહાર, વસ્ત્ર, પાત્રાદિ વસ્તુઓ દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમપૂર્વક પોતાના ઉદ્ધારની બુદ્ધિથી સાધુને આપવી તે અતિથિ સંવિભાગ વ્રત.
- દેશ એટલે કે દેશમાં જે વસ્તુ દુર્લભ હોય તેનું દાન કરવું. - કાળ એટલે સુકાળ કે દુષ્કાળને વિચારીને દાન આપવું. – શ્રદ્ધા એટલે કેવળ આત્મકલ્યાણ માટે શુદ્ધ ભાવથી દાન આપવું.
– સત્કાર એટલે સન્માનપૂર્વક દાન આપવું. આવે ત્યારે ઉભા થવું જાય ત્યારે વળાવવા જવું ઇત્યાદિ ગુરુ બહુમાન.
– ક્રમ એટલે પહેલા દુર્લભ કે ઉત્તમ વસ્તુઓ વહોરાવવી અને પછી સામાન્ય વસ્તુઓ લેવી એમ ક્રમશઃ વિનંતી કરવી.
૦ સાવર માં છઠા આવશ્યકમાં જણાવે છે કે, “ન્યાયથી મેળવેલા અને કલ્પનીય એવા આહાર-પાણી વગેરેનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી વિશિષ્ટ, ઉત્તમ, ભક્તિપૂર્વક, સ્વ-પર આત્મકલ્યાણની બુદ્ધિએ, સાધુઓને દાન કરવું તે અતિથિ સંવિભાગ.
૦ સંવિધપ્રકરણ - ધીર અને જિનેશ્વર દેવની આજ્ઞાના પાલક ઉત્તમ શ્રાવકો, સાધુઓને કલ્પે તેવી જે વસ્તુ, થોડી પણ કોઈ સાધુને વહોરાવી ન હોય, તેનો કદી પોતાને માટે ઉપયોગ કરતા નથી. રહેવા માટે સ્થાન, શય્યા, આસન, આહાર, પાણી, ઔષધ અને વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણો શ્રાવકે પોતે વિપુલ સંપત્તિવાન ન હોય, તો થોડામાંથી થોડા પણ મુનિને આપવા.
૦ માવતીની - શ્રમણ નિર્ચન્થોને અચિત્ત અને નિર્દોષ આહાર, પાણી,