________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૯, ૩૦
૨૦૩ ઉદ્દેશથી કંઈ વિરુદ્ધ વર્તન થયું હોય, બહુમાનપૂર્વક ક્રિયા ન કરાયેલ હોય તેને વિધિમાં વિપરીતતા કહેવાય અથવા યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ મુજબ ‘અનાદર' કર્યો કહેવાય.
• તફા સિવાવ, નિંરે ત્રીજા શિક્ષાવ્રતમાં થયેલા ઉપરોક્ત પાંચે અતિચારોમાંથી કોઈ અતિચાર લાગ્યો હોય તેની હું નિંદા કરું છું, નિંદારૂપ પ્રતિક્રમણ કરું છું.
– સંસ્કાર અને ઉચ્ચારભૂમિના પ્રતિલેખન અને પ્રમાર્જનરૂપ વિધિમાં પ્રમાદ કરવાથી પહેલા ચાર અતિચારો ઉત્પન્ન થાય છે અને ભોજન તથા શરીર સત્કાર આદિના વિચારો કરવાથી વિધિની વિપરીતતા થતાં વ્રતની અનનુપાલના કે અનાદર થાય છે.
( પૌષધની આરાધના-વિરાધના ઉપર દેવકુમાર-પ્રેતકુમારની કથા વિસ્તારથી વંદિત્તસૂત્ર વૃત્તિમાં જોવી)
૦ પૌષધવ્રત વિશે ચલણીપિત્તા શ્રાવકનું દૃષ્ટાંત :
વારાણસી નગરીમાં ચલણીપિતા નામે શ્રાવક રહેતો હતો. તેને શ્યામા નામની પત્ની હતી. તેની પાસે ચોવીશ કરોડની સંપત્તિ હતી. ૮૦૦૦૦ ગાયો હતી. તેણે કોઈ વખતે પૌષધ લીધો. રાત્રિના સમયે તે કાયોત્સર્ગ રહેલ હતો. કોઈ એક મિથ્યાત્વી દેવ તેની પાસે આવ્યો. અનેક ઉપસર્ગો કર્યા પણ ચુલની પિતા કાયોત્સર્ગમાં નિશ્ચલ રહ્યો. પછી તેના ત્રણે દીકરાને મારી નાંખ્યા, તો પણ તે પૌષધમાં અડગ રહ્યો. પછી તે દેવ ચુલનીપિતાની માતાને લઈ આવ્યો ત્યારે ચુલનીપિતા વ્રતથી ચલિત થઈને થોડું મોટેથી બોલવા લાગ્યો. તે દેવ ચાલ્યો ગયો. ત્યારે તેની માતા ચુલનીપિતાનો અવાજ સાંભળી ઘરમાંથી બહાર આવ્યા. ચુલનીપિતાને પૂછયું કે તું કેમ મોટેથી અવાજ કરતો હતો. તેણે બધી વાત કરી ત્યારે માતા બોલ્યા કે, કોઈ મિથ્યાત્વી દેવે તને ઉપદ્રવ કર્યો લાગે છે. તારા ત્રણે પુત્રો કુશળ છે. માટે તું તારી ભૂલનું મિથ્યાદિષ્કૃત્ આપી નિશ્ચલ થા.
ત્યારે ચલણીપિતાએ અતિચારની આલોચના કરી, પૌષધ વ્રતને નિશ્ચલ થઈ પૂર્ણ કર્યો. સવારે ભગવંત મહાવીર પાસે જઈ આલોયણા કરી, સારી રીતે વ્રત આરાધના કરી, દેવલોકે ગયો.
હવે ગાથા-૩૦માં શ્રાવકના બારમા વ્રત “અતિથિસંવિભાગ'ના પાંચ અતિચારોનો નિર્દેશ અને આ અતિચારોની નિંદારૂપ પ્રતિક્રમણ કરવાનું વિધાન કરેલ છે.
૦ અતિથિસંવિભાગ વ્રતની ભૂમિકા :
- અતિથિ માટેનો સંવિભાગ તે અતિથિ સંવિભાગ. તે રૂપ જે વ્રત તે. વ્રતનો ક્રમ શ્રાવકના વ્રતોમાં બારમો છે, ચાર શિક્ષાવતોમાં તેનો ક્રમ ચોથો છે. ઉત્તરગુણ રૂપ સાત વ્રતોમાં તેનો ક્રમ સાતમો છે.
– તિથિ એટલે જે તિથિ રહિત છે તે.