________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩
(૧) આહાર પૌષધ-ઉપવાસ આદિ તપ કરવો તે. આહાર પૌષધ સર્વથી અને દેશથી બે પ્રકારે કહ્યો છે તેમાં ચઉવિહાર ઉપવાસ તે સર્વથા આહાર પૌષધ છે અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું એ દેશથી આહાર પૌષધ છે.
(૨) શરીર સત્કાર પૌષધ :- શરીર સત્કારનો ત્યાગ કરવો તે. – સ્નાન, ઉદ્વર્તન, વિલેપન, પુષ્પ, ગંધ, વિશિષ્ટ વસ્ત્ર અને આભારણાદિથી શરીરનો સત્કાર કરવાનો ત્યાગ કરવો તે.
૨૦૨
—
આ વ્રત પણ સર્વથી અને દેશથી બે ભેદે આગમોમાં કહેવાયું છે, પણ વર્તમાનકાળે આ વ્રતમાં સર્વથી જ શરીર સત્કાર ત્યાગ થાય છે. (૩) બ્રહ્મચર્ય પૌષધ - બ્રહ્મચર્યનું પાલન કરવું તે.
અબ્રહ્મના આચરણનો સર્વથા ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય પૌષધ. આ વ્રત પણ સર્વથી અને દેશથી એમ બે ભેદે હતું. પણ પૂર્વાચર્યોની પરંપરાથી હવે સર્વથા જ આ વ્રતનું ગ્રહણ થાય છે.
(૪) અવ્યાપાર પૌષધ - સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો તે.
—
- અહીં અવ્યાપારનો અર્થ વ્યાપારનો અભાવ એવો નથી કર્યો, પણ કુત્સિત કે સાવદ્ય વ્યાપારનો ત્યાગ એવો અર્થ કર્યો છે.
-
આ વ્રત પણ સર્વથી અને દેશથી બે પ્રકારે ગ્રહણ થતું હતું. પણ હાલ આ વ્રત માત્ર સર્વથી જ ઉચ્ચરાવાય છે.
૦ પૌષધની પ્રતિજ્ઞા કે પચ્ચક્ખાણ :
સાધુજીવનની શિક્ષા આપતા એવા આ શિક્ષાવ્રતમાં ચાર પ્રહર કે આઠ પ્રહરનું પચ્ચક્ખાણ કરાય છે. જો માત્ર દિવસ સંબંધી પૌષધ લે તો નાવિવર્સ પાઠ બોલાય છે. જો અહોરાત્રનો પૌષધ કરાય તો ખાવ અહોરર્ત્ત એવો પાઠ બોલાય છે. ત્રીજી પ્રણાલિ મુજબ જો માત્ર રાત્રિ પૌષધ કરે તો ખાવ સેક્ષ વિવર્સ બહોરાં કે નાવસે-વિવસ-રાં એવો પાઠ બોલાય છે.
સામાયિકના પ્રતિજ્ઞા સૂત્ર મુજબ પૌષધનું પણ પ્રતિજ્ઞા સૂત્ર છે, જેમાં નિમંતે ! પોસહં ! એ રીતે પાઠ બોલી પૌષધના ચારે ભેદનું પ્રત્યાખ્યાન કરાવાય છે. પછી નો શેષ પાઠ તો સામાયિક સૂત્રની માફક તુવિદ્ તિવિહેળ ઇત્યાદિ જ છે. ૦ વિત્તિ એટલે વિધિ. પૌષધની વિધિ, પૌષધમાં વિધિ.
-
પૌષધને ગ્રહણ કરવા કે પારવા માટે સામાયિકમાં હોય તેવા પ્રકારની વિધિ હોય છે. એ વિધિ અનુસાર જ પૌષધવ્રતનું ગ્રહણ કરવું જોઈએ અને પારવો
જોઈએ.
પૌષધમાં પણ પડિલેહણ, ગુરુવંદન, સજ્ઝાય, દેવવંદન, પ્રમાર્જન, ગમનાગમન પ્રતિક્રમણ, સંથારા પોરિસિ, પ્રાતઃકાલીન પોરિસિ આદિ અનેક વિધિ કરવાની હોય છે.
આ બંને પ્રકારની વિધિનું યથાયોગ્ય પાલન ન થયેલ હોય, વિધિના મૂળ