________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૯
૨૦૧ • મગg (મરૂUTU) બંને પાઠો મળે છે.
૦ માગUTTU - ભોજનાભોગે - ભોજનાદિની ચિંતા કરવામાં “ભોજન" એટલે આહાર, ઉપલક્ષણથી દેહ-સત્કાર વગેરે. તેનો આભોગ' - ઉપયોગ એટલે વિચાર. તે “ભોજનાભોગ”. એટલે ભોજન કે શરીર-સત્કારની ચિંતા કરવી, તેને લગતા વિચારો કરવા, તે “ભોજનાભોગ' કહેવાય છે.
૦ મોuTU - એવો પાઠ “મોક્ષમg' ને સ્થાને ઉર્થલીપિન્કા વૃત્તિમાં નોંધેલ છે. તેનો અર્થ પણ જુદો જ કર્યો છે. વૃત્તિકારે આ શબ્દના બે ભાગ કર્યા છે. “મો અને સામોઈ'. જેમાં મોડું નો અર્થ મવતિ' લાગે છે એવો કર્યો છે અને TTU નો અર્થ “અનાભોગે' - અનુપયોગમાં વર્તતા એવો કર્યો છે એટલે “સંથારુચ્ચારવિહી - પમાય ભોઇ અનાભોગે' એમ વાક્ય લેતા “પ્રમાદથી તથા અનાભોગથી સંથારા અને ઉચ્ચાર વિધિમાં જો કોઈ અતિચાર થયા હોય.” તેવો અર્થ અહીં કરેલ છે.
૦ “માયTોપ' એ સર્વ સ્વીકૃત પાઠ મુજબ પણ વૃત્તિકાર મહર્ષિએ લખ્યું છે કે, “ભોયણ" એટલે ભોજન “આભોગ” એટલે ઉપયોગ. ઉપલક્ષણથી શરીરસત્કારાદિમાં ઉપયોગ તે ભોજનાભોગ કહેવાય.
જ્યારે પૌષધ પૂરો થશે કે જેથી હું પોતાની ઇચ્છા મુજબ ભોજન-શરીર સત્કાર વગેરે કરાવું ? ઇત્યાદિ જે ચિંતા તે ભોજનાભોગનો અર્થ છે અને તેનો “વિપરિત પૌષધવિધિ” નામના પાંચમાં અતિચારમાં સમાવેશ થાય છે. તેમ શ્રી રત્નશેખરસૂરિજી-વંદિતુ સૂત્રની વૃત્તિમાં કહે છે.
• પસંદ-વિદિ-વિવરy - પૌષધ વિધિના વિપરીતપણાથી. ૦ પોસઈ એટલે પૌષધ. જેનો આરંભ અર્થ આપ્યો જ છે.
- ધર્મની પુષ્ટિને ધારણ કરે અથવા ધર્મનું પોષણ કરે તે પૌષધ. શ્રી હરિભદ્રસૂરિજીએ દશમાં પંચાશકમાં તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “જે કુશલ ધર્મનું પોષણ કરે છે અને જેમાં જિનેશ્વર દેવોએ કહેલા - “આહાર ત્યાગ" આદિનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે. તે પૌષધ કહેવાય છે.
- ઉવારસા અને માવતી નામક આગમ સૂત્રમાં તેને “પોસહોવવાસ' નામથી ઓળખાવેલ છે. જેમાં પોસડ' શબ્દ પર્વતિથિના અર્થમાં રૂઢ થયેલો છે. આ પર્વતિથિની વ્યાખ્યા યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં-૮૫માં શ્લોકમાં કરી છે
ચાર પર્વોમાં અર્થાત્ આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યા એ ચારે પર્વોના સમૂહ તે ચતુષ્કર્વી. આ દિવસોમાં ઉપવાસ આદિ તપ, કુપ્રવૃત્તિનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન અને સ્નાનાદિનો ત્યાગ એ પૌષધ વ્રત છે. તેનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું તે પૌષધ છે. જેને પોષધોપવાસ નામક શ્રાવકનું અગિયારમું વ્રત કહ્યું છે.
- સવાલસા, સમવાય આદિ આગમોની વૃત્તિમાં કહ્યું છે કે, તે આહારાદિ ચાર ભેદો વડે છે. આવશ્યક સૂત્રમાં અધ્યયન-૬ ‘પચ્ચક્ખાણ'માં પણ આ ચાર ભેદો જણાવેલા છે–
; ૮ટે
છે