________________
૨૦૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
૦ “સંથારો” એટલે સંસ્તારક - સૂવા કે ઉંઘવા ઇચ્છનારાઓ વડે જમીન પર જે બિછાવાય છે તેને સંસ્કારક કહે છે. અથવા
– જેમાં સાધુઓ સૂઈ રહે છે તે “સંસ્કાર'.
– વિશિષ્ટ અર્થમાં તે દર્ભ, ઘાસ, કાંબળ કે સંથારીયા આદિનું સૂચન કરે છે. ઉપલક્ષણથી પાટ કે પાટીયું પણ સંથારો છે.
૦ ઉધાર - શબ્દથી અહીં ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિ અર્થ છે.
– ઉચ્ચાર એટલે વડીનીતિ અને પ્રસ્ત્રવણ એટલે લઘુનીતિ વ્યવહારુ ભાષામાં કહીએ તો મળ અને મૂત્ર તે બંનેને પરઠવવાની જગ્યા કે જેને સ્પંડિલ ભૂમિ કહે છે. તેને લગતી પ્રતિલેખન-પ્રમાર્જનની ખાસ ક્રિયા, તે એનો વિધિ. તેમાં પ્રમાદ કરવો એટલે તેમાં ભૂલ-ચૂક કરવી.
અહીં વંદિત્ત સૂત્રની અર્થદીપિકા ટીકા વિશેષમાં કહે છે
“ઉચ્ચારવિધિ" એટલે લઘુનીતિ અને વડીનીતિ અંગે ૧૨-૧૨ ભૂમિઓ અર્થાત્ ૨૪ માંડલા કરવા.
– જેઓ માત્ર અને અંડિલ રોકવા સમર્થ ન હોય તેને પૌષધશાળાની અંદર જઘન્યથી એક-એક હાથ પ્રમાણ દૂર જવાની અને નીચે ચાર આંગળ પ્રમાણ છેછ જગ્યા ચારે દિશામાં પડિલેહવાની હોય છે.
તે ચોવીસ માંદલા કરવા રૂપ ૨૪ જગ્યા ઉપલક્ષણથી જણાવી હોવાથી થુંક, ગળફો, લીટ, પ્રસ્વેદ-મેલ વગેરે પરઠવવાની ભૂમિને બરાબર જોઈ-પ્રમાર્જીને પછી પરઠવવાનો વિધિ પણ સાચવવાનો છે.
આ ચોવીસ માંડલાભૂમિ તથા શ્લેષ્માદિ પરઠવવાની ભૂમિ પૂજવાપ્રમાર્જવામાં જે પ્રમાદ થવા પામે. તે આ વ્રતને વિશે અતિચાર છે. તેનો સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે
(૧) સંથારો, વસતિ વગેરેને ચલુથી બરાબર જોયા વિના કે જેમ તેમ જોઈને તેના ઉપર બેસવું વગેરે કાર્યોથી “અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત સંસ્કારક શય્યા” નામે પડેલો અતિચાર લાગે છે.
(૨) એ પ્રમાણે તે સંથારો, વસતિ વગેરેને ચરવળાથી બરાબર પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાર્જીને તેના ઉપર બેસવું, સુવું વગેરે કાર્યથી અપ્રમાર્જિતદુષ્પમાર્જિત સંસ્કારક શય્યા” નામે બીજો અતિચાર લાગે છે.
(૩) એ પ્રમાણે વડીનતિ-લઘુનીતિ સંબંધી જે ચોવીશ માંડલાવાળી ભૂમિ તેમજ ઉપલક્ષણથી થુંક, કફ, લીંટ આદિ પરઠવવાની ભૂમિને ચક્ષુથી બરાબર જોવામાં આવી ન હોય અથવા જેમ તેમ જોવામાં આવી હોય તો “અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસ્ત્રવણભૂમિ" નામે ત્રીજો અતિચાર લાગે છે.
| (૪) એ જ પ્રમાણે તે જગ્યાઓને પ્રમાર્યા વિના કે જેમ તેમ પ્રમાર્જવાથી “અપ્રમાર્જિત દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિ" નામે ચોથો અતિચાર લાગે છે.
૦ તદ રેવ - અને તે જ પ્રમાણે.