________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૯
પૌષધ + ઉપવસન. એટલે પૌષધોપવાસ. જેમાં પૌષધ એટલે પર્વતિથિએ અવશ્ય કરવા યોગ્ય વ્રત. તેની સાથે આત્માનું ઉપવસન અર્થાત્ વસવું કે રહેવું તે.
અવસ્થાન
પૌષધ + ઉપ + વાસ. પૌષધ એટલે એક વ્રત કે પ્રતિમા.
1
-
જેના ગુણો વિવિધ દોષોથી ઢંકાઈ ગયા છે, તેવા આત્માએ આહાર વગેરેના ત્યાગ કરવારૂપ ગુણોની ( ૩પ એટલે) સાથે કે સમીપે (વાસ એટલે) રહેવું કે વસવું તે.
૧૯૯
• ધર્મવિંદુ માં કહ્યું છે કે, દોષોથી ઢંકાયેલા આત્માનો ગુણોની સાથે સારી રીતે વાસ કરવો તે ઉપવાસ જાણવો. માત્ર શરીર શોષણ કરવું તે ઉપવાસ કહેવાતો નથી. પૌષધ સહિત ઉપવાસ તે પૌષધોપવાસ.
આવશ્ય વૃત્તિ - ધર્મનો સંચય કરવામાં હેતુભૂત બનીને ધર્મને જે પૂરણ કરે - પૂરે તે પર્વ. આ પર્વતિથિઓને જ ધર્મપુષ્ટિનું કારણ માની રૂઢિથી પૌષધ કહેલો છે.
—
સમવાયાંશ - વૃત્તિમાં અભયદેવસૂરિજીએ પૌષધનો અર્થ કરતી વખતે તેના ચાર ભેદો બતાવ્યા છે. (૧) આહારત્યાગ, (૨) શરીર સત્કારનો ત્યાગ, (૩) બ્રહ્મચર્ય પાલન, (૪) કુવ્યાપારનો ત્યાગ.
આ પ્રત્યેક ભેદના સર્વથી અને દેશથી એમ બબ્બે ભેદો કહ્યા છે. તે બધું વર્ણન આ જ વિવેચનમાં આગળ ‘“સવિત્તિ'' શબ્દોની વ્યાખ્યા કરતી વખતે કરેલ છે.
૦ પૌષધ વ્રતના પાંચ અતિચારોના નામો અત્રે જણાવીએ છીએ ત્યાર પછી સૂત્રના શબ્દો મુજબ તેની વિવેચના કરેલ છે.
(૧) અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત સંસ્તારક-શય્યા. (૨) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત સંસ્તારક-શય્યા. (૩) અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત ઉચ્ચાર પ્રસ્રવણ ભૂમિ. (૪) અપ્રમાર્જિત-દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રસ્રવણ ભૂમિ. (૫) અનનુપાલના.
(વંદિત્તુ સૂત્રની ટીકા પ્રમાણે અમે ઉપરોક્ત અતિચારો કહ્યા છે, તત્ત્વાર્થ સૂત્ર, યોગશાસ્ત્રાદિમાં આ પાંચ અતિચાર જુદી રીતે કહ્યા છે. તે આ પ્રમાણે (૧) દૃષ્ટિથી જોયા કે પ્રમાર્જન કર્યા વિના સંથારો કરવો, (૨) જોયા પ્રમાર્જ્ય વિના વસ્તુ લેવી-મૂકવી, (૩) જોયા-પ્રમાર્ષ્યા વિના પરઠવવું, (૪) પૌષધ પ્રત્યે અનાદર, (૫) વિસ્મૃતિ થવી.)
संथारुच्चारविही- पमाय સંથારો અને ઉચ્ચારની વિધિમાં થયેલા
-
પ્રમાદને વિશે.
સંથારો અને ઉચ્ચારને સંથારુઘાર કહે છે. તેના અંગેની વિધિના વિષયમાં જે પ્રમાદ થવો તેને સંથારુઘારવિહી-પમાય એ પ્રમાણે કહેલ છે.