________________
૧૯૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
માટે સર્વે દિશામાં ૧૦૦૦-૧૦૦૦ કિલોમીટરની છૂટ રાખી હોય, પણ જે-તે દિવસે ૫૦-૫૦ કિલોમીટરનું આવાગમન પણ ધારી શકાય છે.
અહીં મુખ્યતા છે વ્રતોમાં નક્કી કરેલા પરિમાણ કરતાં પણ દૈનિક પરિમાણમાં સંક્ષેપ કરી વધુને વધુ વિરતિવંત બનવા માટેની દિશામાં પુરુષાર્થ કરવો તે.
( દસમાં દેશાવગાસિક વ્રતમાં ધનદ રાજભંડારીની કથા વિસ્તારથી છે તે અર્થદીપિકા' ટીકામાં જોવી.)
૦ દેશાવગાસિક વ્રતમાં સુમિત્ર મંત્રીનું દૃષ્ટાંત :
ચંદ્રિકા નામની નગરીમાં અધર્મી એવો તારાપીડ નામે રાજા હતો. સુમિત્ર નામનો શ્રાવક તેનો મંત્રી હતો. કોઈ ચતુર્દશીના દિવસે તેણે ઘરની બહાર ન નીકળવાનું વ્રત લીધેલ. તે રાત્રે રાજાએ કોઈ કામ માટે મંત્રીને બોલાવ્યા. મંત્રી વ્રત-નિયમમાં હોવાથી ન આવતા રાજાએ તેની મંત્રી મુદ્રા પાછી મંગાવી. સુમિત્રએ પણ વ્રત સાચવવા મંત્રીપદનો ત્યાગ કર્યો. રાજાને દૂત મંત્રી મુદ્રા પહેરીને મનમાં હરખાતો હરખાતો પાછો ફર્યો. પણ રસ્તામાં ધરાસન નગરીના સૂરસેન રાજાએ મંત્રીને મારી નાંખવા માણસો મોકલેલા હતા. તેણે આ રાજદૂતને મંત્રી જાણી મારી નાંખ્યો. ધર્મનો આ પ્રત્યક્ષ મહિમા જાણી રાજા સુમિત્રને ઘેર આવ્યો. પોતાની ભૂલની માફી માંગી, ધર્મ અંગીકાર કર્યો.
| સુમિત્ર મંત્રીએ આ બનાવથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તેણે સંસારની અસારતાનો ઉપદેશ આપ્યો. તારાપીઠ રાજાએ પણ દીક્ષા લીધી. બંને નિરતિચાર ચારિત્ર પાળી મહાવિદેહે ઉત્પન્ન થયા. ત્યાં દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
હવે ગાથા-૨લ્માં પૌષધવ્રત સંબંધી અતિચારોને જણાવીને તેની નિંદરૂપ પ્રતિક્રમણ કરવામાં આવે છે.
૦ પૌષધ એ શ્રાવકના અગિયારમાં વ્રતરૂપે પ્રસિદ્ધ છે. અહીં તેનો ત્રીજા શિક્ષાવત રૂપે ઉલ્લેખ છે. ઉત્તરગુણરૂપ સાત વ્રતોમાં તેનો ક્રમ છઠો છે. તેને તત્ત્વાર્થ સૂત્રમાં “પૌષધોપવાસ' વ્રત રૂપે ઓળખાવેલ છે અને ત્યાં તેનો પાંચમાં શીલવત રૂપે ઉલ્લેખ છે.
૦ પોષ એટલે પુષ્ટિ, પણ ધર્મનો અધિકાર હોવાથી ધર્મની પુષ્ટિ. તેને થ એટલે ઘરે - ધારણ કરનાર, તે પૌષધ.
- અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા, અમાવાસ્યા છે અને કોઈ વિશિષ્ટ તિથિમાં ઉપવાસ કરી બીજી બધી આળ-પંપાળનો ત્યાગ કરીને અવશ્ય કરવાનું વ્રત તે પૌષધોપવાસ વ્રત.
– પૌષધોપવાસનો બીજો અર્થ કર્યો છે. પૌષધ વ્રત સહિત ૩૫વસનં રહેવું છે. આ વ્રત માટે આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે, પૌષધોપવાસ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) આહાર પૌષધ, (૨) શરીર સત્કાર પૌષધ (૩) બ્રહ્મચર્ય પૌષધ, (૪) અવ્યાપાર પૌષધ.