________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૮
૧૯૭ યતના કરવાની છે. તેથી તેના પરિમાણને લગતા જે નિયમનો સંક્ષેપ (ચતુર્થ વ્રતનો સંક્ષેપ) તે બ્રહ્મચર્ય નિયમ.
(૧૨) કિસિ - દશે દિશામાં જવા-આવવાનું પરિમાણ તે દિનિયમ જો કે છઠા વ્રતમાં આ નિયમ લેવાય જ છે, પણ રોજે-રોજની જરૂરિયાત અને ઇચ્છા મુજબ તેનો સંક્ષેપ કરવો તે દિસિ-પરિમાણ સંક્ષેપ કહેવાય. જેમકે - છઠા વ્રતમાં ૧૦૦ કિલોમીટરથી વધારે ન જવાનો નિયમ છે, પણ આજે ક્યાંય જવું નથી તો ૧૦ કિલોમીટરની છૂટ રાખવી તે.
(૧૩) ન્હાણ - સ્નાન. દિવસના (કે રાત્રિના) આટલા વખતથી વધુ સ્નાન ન કરવું તેવું પરિમાણ નક્કી કરવું તે.
(૧) મત્ત - ભોજન, પાન સંબંધી આહારનું પરિમાણ નક્કી કરવું તે જો આનંદ શ્રાવકની માફક ભોગોપભોગ પરિમાણ કર્યું હોય તો તેમાં આહાર સંબંધી ઘણાં પરિમાણની વાત જાવજીવ પર્યન્તની આવે છે. તેનો રોજેરોજના નિયમમાં સંક્ષેપ કરવો તે આહારસંબંધી નિયમ છે. અથવા દિવસના (કે રાત્રિના) અમુક આહારનું પરિમાણ નક્કી કરવું તે. આ નિયમ સ્વવપરાશની અપેક્ષાએ લેવો.
આ “ચૌદ નિયમો” રોજ લેનાર શ્રાવક-શ્રાવિકાને જાણમાં જ હશે કે વર્તમાનકાળે આ ચૌદ નિયમ ઉપરાંત બીજી પણ ધારણાઓ કરાતી હોય છે. તે મુજબ-રોજેરોજ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના ઉપભોગ માટેની મર્યાદા પણ બાંધવાની હોય છે. તેમજ અસિ, અષી અને કૃષિને લગતું પરિમાણ પણ નક્કી કરવાનું હોય છે. માત્ર ત્રસકાય સંબંધી જયણા રાખવામાં આવે છે.
• વઘ સિવાવ, નિઃ - બીજા શિક્ષાવ્રતને વિશે હું નિંદુ છું.
– દેશાવગાસિક નામના બીજા શિક્ષાવ્રતમાં જે “આનયન પ્રેષણ આદિ પાંચમાંના કોઈ અતિચારો લાગ્યા હોય તો તેની નિંદા કરું છું - નિંદા રૂપ પ્રતિક્રમણ કરું છું.
આ વ્રતની મહત્તા અવિરતિ પાપથી બચવા માટે ઘણી જ મહત્ત્વની છે. કર્મબંધના કારણોમાં “અવિરતિ’ પણ એક કારણ છે જે પાપોનો પચ્ચક્ખાણપૂર્વક ત્યાગ નથી કર્યો તે સર્વે પાપો ન કરવા છતાં અવિરતિજન્ય કર્મબંધ ચાલુ રહે છે.
જ્યારે શ્રાવક વ્રતો ગ્રહણ કરે ત્યારે “અવિરતિનું પ્રમાણ ચોક્કસ ઘટે છે કેમકે તેણે પ્રત્યેક વ્રતમાં મર્યાદા નક્કી કરી હોય છે, પણ જે પરિમાણ નિયત કર્યા હોય તે તો સમગ્ર વર્ષ કે જીવન માટે નક્કી કરાયા હોય છે. રોજેરોજ તેટલા પરિમાણની છૂટ કે વપરાશ હોતા નથી, તેથી રોજેરોજ આ વ્રતોનો સંક્ષેપ કરવાથી અવિરતિનું પ્રમાણ ઘણું જ ઘટાડી શકાય છે.
જેમકે સમગ્ર જીવનને આશ્રીને ૫૦ કે ૬૦ દ્રવ્યોના આહારની મર્યાદા કરાઈ હોય, પણ રોજેરોજ તેટલાં દ્રવ્યોનો ઉપભોગ હોતો નથી, તો રોજેરોજ માટે ૧૫ કે ૨૦ દ્રવ્યો પણ આવશ્યકતા અને ઇચ્છા મુજબ ધારી શકાય છે કે જીવનભર