________________
૧૯૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
(૪) વાહ - ઉપામહ, પગરખાં, જોડાં, ચપ્પલ ઇત્યાદિ
આજ દિવસના (કે રાત્રિના) આટલાં પગરખાં (ચપ્પલ, સ્લીપર, બુટ, મોજડી વગેરે)થી વધારે પગરખાં પહેરવા નહીં, તેવો નિયમ તે ઉપાડ-સંક્ષેપ.
(૫) સંવત - તાંબુલ, પાન, મુખવાસ, સોપારી ઇત્યાદિ.
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં જે સ્વાદિમ આહાર તે તંબોલ છે. તંબોલમાં મુખ્ય અર્થ ભલે પાન થતો હોય, પણ તેમાં મુખવાસ સ્વરૂપે ઉપયોગમાં લેવાતી સર્વે વસ્તુઓનો સમાવેશ થાય છે. તંબોલનું જે પરિમાણ નક્કી કરવું તે તંબોલ-નિયમ
(૬) વલ્ય :- વસ્ત્રો. પહેરવાના, ઓઢવાના વસ્ત્રોની સંખ્યાનું પરિમાણ કરવું તે આજે દિવસના (કે રાત્રિના) આટલાથી વધુ વસ્ત્રો પહેરીશ નહીં - ઓઢીશ નહીં - અર્થાત્ વાપરીશ નહીં તેવો નિયમ.
(૭) રુસુમ - પુષ્પ, ફૂલ, માળા, વેણી વગેરે. આ નિયમમાં સુંઘવા અને વાપરવા એ બંને પ્રકારનો ઉપભોગ સમાવિષ્ટ થાય છે.
– માથામાં નાખવાના, ગળામાં પહેરવાના, વાળમાં ગુંથવાના, હાથમાં બાંધવાના, શય્યામાં પાથરવાના, સુંઘવાના, ફૂલના ગજરા કે “બુકે' સ્વરૂપે રખાતા ઇત્યાદિ તમામ પ્રકારનો સમાવેશ થશે.
– “સુંઘવું' એ આ વ્રતના સંક્ષેપમાં મહત્ત્વનું હોવાથી, અત્તર, સેન્ટ, સ્પે ઇત્યાદિ પણ શોખથી સુંઘવાના દ્રવ્યો અહીં જ લેવા.
આ પ્રમાણેના નિયમનું જે નિત્ય પરિમાણ નક્કી કરવું તેને “કુસુમ' પુષ્પ સંબંધી (સુંઘવા સંબંધી) ઉપભોગનો નિયમ કહે છે.
(૮) વાહન - જળમાં, સ્થળમાં કે ગગનમાં વિચરવા માટેના ઉપયોગી કોઈ પણ પ્રકારના યાંત્રિક કે માનવીય કે પ્રાણીજ સાધનોનો આ નિયમમાં સંક્ષેપ કરવાનો હોય છે. જેમાં હાથી, ઘોડા, ઊંટ આદિ પણ આવે, સ્કૂટર, સાયકલ, મોટર, રેલ્વે, બસ આદિ પણ આવે. વહાણ, સ્ટીમર, બોટ આદિ પણ આવે. હેલીકોપ્ટર, વિમાન, રોકેટ આદિ પણ આવે. તે સર્વે સંબંધી જે નિત્ય મર્યાદા કરવી તે વાહન-નિયમ.
(૯) શિયન – સૂવા-બેસવા સંબંધી સાધનોનું નિત્ય પરિમાણ નક્કી કરવું તે. જેમાં પાટ, પાટલા, ખાટ, ખાટલા, ખુરશી, કોચ, સેટી, ગાદલા, રજાઈ, ગોદડાં, ચાદર, બ્લેન્કેટ, શેતરંજી, ચટ્ટાઈ, હીંચકા વગેરે અમુકથી વધારે સંખ્યામાં વાપરીશ નહીં તેવો નિયમ
(૧૦) વિન્નેવ - વિલેપન, વિલેપન યોગ્ય દ્રવ્યો જેવા કે - ચંદન, કસ્તુરી, કેસર, અબીલ, પાવડર, ક્રીમ, સૌંદર્ય પ્રસાધનો, તેલ, પીઠી વગેરેનું દિવસ (કે રાત્રિ) સંબંધી પરિમાણ નક્કી કરવું તે વિલેપન નિયમ.
(૧૧) વંમ - બ્રહાચર્યનિયમ - સામાન્યથી દિવસે અબ્રહ્મનું સેવન કરવું તે શ્રાવકને વર્યું છે. રાત્રિના સમયે પણ ‘સ્વદારાસંતોષ' વ્રતપાલન થાય તે રીતે