________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૮
અતિચારના આરંભે આ વિશે ભૂમિકા બાંધેલી જ છે. વ્રતરૂપે શ્રાવકનું દશમું વ્રત કે બીજા શિક્ષાવ્રત ગણાતા અને ઉતરગુણવ્રત તરીકે જેનો પાંચમો ક્રમ પ્રસિદ્ધ છે. (જો કે તત્ત્વાર્થ સૂત્રકારે સાત શીલવ્રતમાં તેનો બીજો ક્રમ મૂક્યો છે.) એવા આ દેશાવકાસિકવ્રતના સંબંધમાં આનયન, પ્રેષણ આદિ પાંચ અતિચારો જણાવ્યા. તે દેશાવકાસિક શબ્દથી ત્રણ અર્થો ગ્રાહ્ય છે.
(૧) દિગ્વિરતિ વ્રત વડે મર્યાદિત કરેલો દિક્ પરિમાણનો એક ભાગ અર્થાત્ છટ્ઠા વ્રતનો વિશેષથી સંક્ષેપ કરવો તે.
(૨) કોઈપણ વ્રત સંબંધી કરવામાં આવેલ સંક્ષેપ અર્થાત્ કોઈપણ વ્રતમાં રાખેલી છૂટોને વિશેષ મર્યાદિત કરીને તેના એક ભાગમાં - દેશમાં સ્થિર થવું તે દેશાવકાસિક છે.
–
(૩) પ્રતિદિન સવાર-સાંજ ચૌદ નિયમો ધારવા (કે જે નિયમનો ઉલ્લેખ નામ માત્રથી સાતમા વ્રતમાં કર્યો હતો.)
આ ચૌદ નિયમો આ પ્રમાણે છે–
સંક્ષેપથી
૧૫
-
(૧) સવિત્ત :- શ્રાવકે મુખ્યવૃત્તિએ સચિત્તનો ત્યાગ કરવાનો છે. પણ જો તેમ ન કરી શકે તો તેણે સચિત્તનું પરિમાણ નક્કી કરવું જોઈએ કે મારે આટલાં સચિત્ત દ્રવ્યોથી વધારે દ્રવ્યોનો ત્યાગ છે એ ચૌદ નિયમમાંનો પહેલો નિયમ છે. ૦ અચિત્ત વસ્તુ વાપરવાથી ચાર પ્રકારના લાભ થાય છે. (૧) સર્વ સચિત્તનો ત્યાગ (૩) કામચેષ્ટાની શાંતિ
(૨) દ્રવ્ય ચૌદ નિયમમાં આ બીજો નિયમ છે. જેમાં આજના દિવસે હું આટલાં ‘‘દ્રવ્યો’'થી અધિક નહીં વાપરું એવું પરિમાણ નક્કી કરવું તે દ્રવ્ય-સંક્ષેપ. આ વ્રતની ધારણા મુખ્ય વસ્તુને આશ્રીને થાય છે. જેમકે ‘દાળ' ત્યાં દાળ એક દ્રવ્ય ગણાય, તેમાં નંખાયેલા પદાર્થોની અલગ ગણતરી થતી નથી.
-
(૨) રસનેન્દ્રિયનો વિજય (૪) જીવહિંસામાંથી બચવું
(૩) વિરૂ - વિગઈ કે વિકૃતિ. જો કે વિગઈ તો દશ છે. પણ તેમાં મધ, માખણ, મદિરા, માંસ એ ચાર મહાવિગઈઓ તો સંપૂર્ણ પણે ત્યાજ્ય છે જ. કેમકે અભક્ષ્ય પદાર્થો ભોગોપભોગમાં ત્યાજ્ય જ છે.
બીજી છ વિગઈઓ છે - દુધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા વિગઈ (તળેલા પદાર્થ) આ છ વિગઈઓમાં એક કે તેથી વધુ વિગઈનો રોજ ત્યાગ કરવાનો નિયમ તે ‘વિગઈ ત્યાગ' કહેવાય છે.
આવો ત્યાગ બે રીતે કરવાની પ્રણાલિ છે. (૧) સ્વરૂપ ત્યાગ અને (૨) મૂળથી ત્યાગ. સ્વરૂપ (કે કાચો) ત્યાગ કરે ત્યારે સીધું જ તેલ-ગોળ કે દુધ વગેરે વાપરી શકે નહીં, પણ શાકમાં તેલ આવે કે ગોળ આવે તો તેનો બાધ નથી. જ્યારે મૂળથી ત્યાગ કરે ત્યારે જેમાં તેલ કે ગોળ કે દુધ કે દહીં વગેરે આવે તે સર્વે વસ્તુનો તેને ત્યાગ થઈ જાય છે અર્થાત્ દુધના મૂળથી ત્યાગમાં ચા, કોફી, દુધપાક આદિ સર્વેનો ત્યાગ થઈ જાય છે.