________________
૧૯૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ માનેલ છે.)
• રે - રૂપાનુપાત(ને વિશે.) રૂપ દેખાડીને બોલાવવા.
– પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ઊંચો-નીચો થઈને મકાન-આદિની જાળીએ આવીને પોતાની હાજરી દર્શાવનારી ચેષ્ટા કરે તે ‘રૂપાનુપાત' રૂપ અતિચાર જાણવો.
૦ વંદિત્તસૂત્રની ગાથામાં માત્ર ‘વ’ શબ્દ છે. પણ તત્ત્વાર્થ સૂત્ર, યોગશાસ્ત્ર, અર્થદીપિકાવૃત્તિ આદિમાં “રૂપની સાથે “અનુપાત' શબ્દ જોડેલો જ છે, તેથી અમે પણ તેનો સ્વીકાર કર્યો છે.
– થર્મસંગ્રહ માં કહ્યું છે કે, શબ્દાનુપાતની જેમ અવાજ નહીં કરતાં પોતાનું રૂપ દેખાડીને બહારથી બીજાને બોલાવવા તે “રૂપાનુપાત’ અતિચાર છે. જેમકે - નિયતભૂમિ બહારનું કાંઈ પ્રયોજન આવી પડે ત્યારે બહારથી બીજાને બોલાવવો હોય ત્યારે “શબ્દ' કરવાને બદલે “પોતે અહીં છે” એમ જણાવવા માટે સ્વયં તેની સામે જઈને ઉભો રહે જેથી તે તેને જોઈ શકે. અથવા આંટા-ફેરા કરે કે જેથી બહાર રહેલાંનું ધ્યાન ખેંચાય અને બહાર રહેલો મનુષ્ય તેની પાસે આવે.
અહીં પણ વ્રત ગ્રહણ કરનારની બુદ્ધિ એવી હોય છે કે જો “હું બહાર જઈશ” તો મારા વ્રતનો ભંગ થશે, તેથી મારું રૂપ-આકૃતિ દેખાડી કોઈને બોલાવું જેથી વ્રતનું રક્ષણ થઈ શકે. માટે તેને અતિચાર કહ્યો છે.
• પુત્તિ-વે - પુગલનું પ્રક્ષેપણ કરતાં, વસ્તુ ફેંકતા. ૦ પુદ્ગલ એટલે કાંકરો, પત્થર, ઢેકું, લાકડું વગેરે વસ્તુ. ૦ ક્ષેપ એટલે ફેંકવું તે.
– પોતાની હાજરી જણાવવા માટે કે પોતાની પાસે કોઈને બોલાવવાને માટે કાંકરો, ઢેશું, પત્થર આદિ ફેંકવા તે પુલક્ષેપ નામક પાંચમો અતિચાર કહ્યો છે.
– તે અગારી વ્રતીએ જે ક્ષેત્ર-પ્રમાણ ધારેલ હોય તે મર્યાદાથી અધિક દૂર દેશમાં રહેલી વ્યક્તિનું કામ પડતાં તેને બોલાવવા ધારેલ દેશની નજીક જઈને કાંકરો ફેંકીને જણાવે અથવા કોઈ રીતે પુગલ પ્રક્ષેપ દ્વારા પોતાના અસ્તિત્વને જણાવે.
- ધર્મસંગ્રહ માં “પુગલ મેપ'ને બદલે “પુદ્ગલપ્રેરણ' શબ્દ લખ્યો છે. તેની વ્યાખ્યામાં કહ્યું છે કે, પુદ્ગલ એટલે પત્થર, ઇંટ કે એવી કોઈ વસ્તુ બીજાને પ્રગટ થવા તેના તરફ ફેંકવી, તે પુદ્ગલપ્રેરણ' નામનો અતિચાર છે – અર્થાત્ - અમુક નિયત સ્થાન કે જે દેશાવકાસિક વ્રતમાં નિર્ધારેલ હોય ત્યાંથી બહાર જવા માટે કોઈ પ્રયોજન કે કાર્ય ઉત્પન્ન થાય ત્યારે ત્યાં નહીં જવાના અભિગ્રહને કારણે
ત્યાં જઈ ન શકવાથી ત્યાં રહેલ મનુષ્યનું લક્ષ્ય પોતાની તરફ ખેંચવા માટે પોતે પત્થર, ઢેફાં વગેરે ફેકે, તેથી બીજો મનુષ્ય સમજે કે, “આ મને બોલાવે છે" એમ સમજીને તેની પાસે આવે. એ રીતે પત્થર આદિ ફેંકીને બીજાને સૂચન કરવું તે દેશાવકાસિક વ્રતનો પાંચમો અતિચાર છે.
• રેસાવામિ - દેશાવકાસિક વ્રતને વિશે.