________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૮
વ્રતરક્ષણ કરવાની તેની અપેક્ષા હોવાથી ‘આનયન પ્રયોગ' નામે અતિચાર લાગે. ♦ પેસવળે - પ્રેષણ પ્રયોગ (ને વિશે)
—
- પ્રેષણ એટલે મોકલવું કે મોકલાવવું. પ્રયોગ એટલે ક્રિયા.
પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી કોઈપણ કારણે નોકર વગેરેને બહાર મોકલવો કે કોઈ કાર્યમાં તેને ઉપયોગમાં લેવાથી પ્રેષ્ય પ્રયોગ નામે અતિચાર લાગે છે.
-
૦ વંદિત્તુ સૂત્રમાં ‘પેસવળ' શબ્દ જ છે, પણ તત્ત્વાર્થ સૂત્રમાં તેની સાથે ‘પ્રયોગ’ શબ્દ જોડેલો છે, વૃત્તિકારે પણ આ શબ્દને સ્વીકારેલ છે, માટે અમે તેની અહીં નોંધ કરી છે.
૦ આ અતિચારનો ક્રમ યોગશાસ્ત્રમાં પહેલો છે.
ધર્મસંપ્રદ - દેસાવગાસિક વ્રતમાં જવા-આવવા વગેરેને અંગે અમુક પ્રમાણમાં નિયત કરેલ ભૂમિથી દૂરનું કોઈ પ્રયોજન પડે, તો “જાતે જવાથી મારા વ્રતનો ભંગ થશે માટે બીજાને મોકલું'' એ બુદ્ધિથી બીજાને મોકલી કાર્ય કરાવી લેવું, તે પ્રેષણ નામનો અતિચાર છે. વસ્તુતઃ જવા-આવવાથી જીવિરાધના થાય, એ ઉદ્દેશથી અમુક ભૂમિથી વધારે દૂર જવા-આવવાનો ત્યાગ કરવારૂપ દેસાવકાસિક વ્રત જણાવ્યું છે, છતાં તે ભૂમિની બહાર પોતે જાય તેને બદલે બીજાને મોકલે ત્યારે વ્રત રક્ષણની બુદ્ધિ હોવાથી તેને અતિચાર કહ્યો છે. અન્યથા જીવવિરાધના સ્વયં કરે કે બીજા પાસે કરાવે બંને અનાચાર જ ગણાય.
-
૧૯૩
♦ સદ્દે - શબ્દાનુપાત (ને વિશે) શબ્દ કરીને બોલાવવા.
પોતે જે સ્થાનમાં વ્રત લઈને બેઠો હોય, ત્યાંથી ખોંખારો ખાઈને કે ઊંચેથી અવાજ કરીને પોતાની હાજરી જણાવનારી ચેષ્ટા કરવી, તે ‘શબ્દાનુપાત’ નામે ત્રીજો અતિચાર કહ્યો છે.
વંવિત્તુ સૂત્રની ગાથામાં માત્ર ‘સદ્દ’ શબ્દ જ છે, પણ તત્ત્વાર્થ સૂત્ર, યોગશાસ્ત્ર, અર્થદીપિકા ટીકા આદિમાં ‘શબ્દ’ સાથે અનુપાત શબ્દ જોડેલો જ છે, માટે અહીં અર્થમાં ‘‘શબ્દાનુપાત'' લખ્યું છે.
ધર્મસંગ્રહ માં કહ્યું છે કે, “દેસાવગાસિક વ્રતમાં પોતે જ્યાં રહ્યો હોય તે મકાન, તેની વાડ કે કોટ વગેરે મર્યાદા બહાર મારે ન જવું - એમ અભિગ્રહ કર્યો હોય અને પછી કોઈ પ્રયોજન આવી પડે ત્યારે “જાતે મર્યાદા બહાર જઈશ કે બીજાને બોલાવીશ તો મારા વ્રતનો ભંગ થશે'' એવી સમજથી પોતે જઈ શકે નહીં તેમ બીજાને બહારથી બોલાવી પણ શકે નહીં. તેથી વાડ, કોટ કે દરવાજા વગેરેની જે મર્યાદા રાખી હોય તે મર્યાદામાં રહીને બહાર રહેલા માણસને બોલાવવા છીંક, ઉધરસ વગેરેથી તે નજીકમાં રહેલા માણસને સંભળાય તેમ અવાજ કરે કે જે સાંભળીને તે બીજો માણસ તેની પાસે આવે, એ રીતે મર્યાદિત ભૂમિની બહારથી બીજાને બોલાવવાના ઉદ્દેશથી કોઈપણ પ્રકારે અવાજ કરવો તે ‘શબ્દાનુપાત' નામે ત્રીજો અતિચાર જાણવો. (અહીં પણ વ્રત રક્ષાની ભાવના હોવાથી અતિચાર | 2121
-
-