________________
૧૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
સર્વ વ્રતોનો સંક્ષેપ કરવો તે દેશાવકાસિક વ્રત છે. તેથી આ વ્રતમાં અણુવ્રતગુણવ્રત આદિ સર્વેનો સંક્ષેપ કરવામાં આવે છે.
ગ્રંથકારો જણાવે છે કે જેનો અનર્થદંડ વિરમણ વ્રતમાં ઉલ્લેખ છે તે સચિત્ત, દ્રવ્ય આદિ ચૌદ નિયમોને જ દરરોજ સવારે સંક્ષેપ કરી ધારવા અને સાંજે પુનઃ સંકોચ કરવા અને અન્ય પચ્ચક્ખાણની સાથે છેશું દેશાવકાસિકનું પચ્ચક્ખાણ પણ ગુરુની સમક્ષ (ન હોય તો સ્વયં) કરવું. T ( વર્તમાનકાળે પણ શ્રાવકોમાં “ચૌદનિયમ” ધારવાની અને સવાર-સાંજ દેશાવકાસિક પચ્ચક્ખાણ લેવાની પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ દેસાવકાસિક વ્રત બાબત વર્તમાન પ્રણાલિ તન્ન ભિન્ન જોવા મળે છે. હાલમાં સવાર-સાંજ બંને કાળ પ્રતિક્રમણ ઉપરાંત આઠ કે દશ સામાયિક કરીને આ વ્રતનું આરાધન કરતા જોવા મળે છે.)
૦ દેશાવકાસિક વ્રતના પાંચ અતિચારો :(૧) આનયન પ્રયોગ - કોઈ દ્વારા કાંઈ મંગાવવું. (૨) પ્રેષ્યપ્રયોગ - કોઈ કાર્ય માટે કોઈને મોકલવો. (૩) શબ્દાનુપાત - કંઈક અવાજ કરી કોઈને બોલાવવા. (૪) રૂપાનુપાત - કાયિક ચેષ્ટા કરી કોઈને બોલાવા. (૫) પુદ્ગલક્ષેપ - કાંકરો વગેરે ફેંકી કોઈને બોલાવવા.
-૦- આ પાંચે અતિચારોને હવે સૂત્રકારના શબ્દોમાં-ગાથા-૨૮માં કહ્યા મુજબના શબ્દોમાં - વિવેચન કરીએ છીએ.
• ગાળવો - આનયન પ્રયોગ (ને વિશે) – આનયન એટલે લાવવું. પ્રયોગ એટલે ક્રિયા
– પોતે જે સ્થળમાં વ્રત સ્વીકારેલ હોય, તેની બહારની જગ્યામાંથી કોઈની મારફત કાંઈ પણ મંગાવવું તે આનયન પ્રયોગ કહેવાય. જેને દેશાવકાસિક વ્રતનો પહેલો અતિચાર કહ્યો છે. (જો કે યોગશાસ્ત્રમાં તેનો ક્રમ બીજો મૂક્યો છે.)
૦ વંદિત્ત સૂત્રમાં “માનવ' શબ્દ જ છે, પણ તત્ત્વાર્થસૂત્રમાં પ્રયોગ' શબ્દ વપરાયેલ છે. જે અર્થદીપિકાવૃત્તિમાં પણ સ્વીકારેલ છે, તેથી અમે અહીં નોંધ્યો છે.
– ઘમસંગ્રહ - “નિયત કરેલી અમુક ભૂમિની બહાર રહેલી કોઈ સચિત્ત, અચિત્ત વગેરે વસ્તુની જરૂર પડે ત્યારે નોકર વગેરે દ્વારા નિયત ભૂમિમાં મંગાવવી તે આનયન અતિચાર છે.
અમુક ક્ષેત્રની મર્યાદા નક્કી કર્યા પછી બહારની કોઈપણ વસ્તુની જરૂર પડે તો તેના વિના ચલાવી લેવું જોઈએ, પણ જો બીજાની મારફત મંગાવીને તેનો ઉપયોગ કરે તો તે યોગ્ય નથી, કારણ કે તેમ કરવાથી વ્રતની મૂળ ભાવના - જે હિંસાદિ દોષોથી બચવાની છે, તે સચવાતી નથી. તેથી વ્રતમાં નિર્ધારીત કરેલા ક્ષેત્રની મર્યાદાની બહારથી કોઈપણ વસ્તુ બીજા પાસે મંગાવે ત્યારે જો તેમ કરનાર એવું વિચારે કે જો હું સ્વયં જઈશ તો વ્રત ભાંગે માટે બીજા પાસે મંગાવું ત્યારે